Viyahapannatti 940
Viyāhapannatti: ṭīkānusārī vivecana 940
- Language
- Gujarati
940
વિવેચન :–૬૨૨, ૬૨૩
લવ - શાલ્યાદિની વળી લણવાની ક્રિયાથી માપેલ કાળવિભાગ. સાત સંખ્યા જેનું પ્રમાણ છે તે કાળ લવસપ્તમ, લવસપ્તમ કાળ પર્યન્ત આયુ બાકી હોતાં જે શુભઅધ્યવસાયવૃત્ત થઈને સિદ્ધિમાંજ જતાં, દેવપણે ઉત્પન્ન થાય, તે લવસપ્તમદેવ. તે સર્વાર્થસિદ્ધ અનુત્તરવિમાન નિવાસી.
કોઈ પુરુષ-તરુણાદિ વ્યાખ્યાન પૂર્વવત્ છે. પક્કાણ - પાકેલ, પરિયાયાણ - કાપવા યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, હરિયાણ - પિંડીભૂત, તે પત્રની અપેક્ષાએ પણ હોય, તેથી કહે છે – હરિયકંડાણ - પીળી પડેલ જાલ વાળા, નવપજ્જણએણ - પ્રત્યગ્ર, તાજા લોઢાને તપાવી ધણથી કૂટીને તીક્ષ્ણ બનાવેલ, અસિયએણ - દાંતરડાથી, પડિસાહરિયા - વિખરાયેલ નાલને હાથથી એકઠી કરીને, સંખિવિયા - મુઠ્ઠીમાં પકડીને.
આ રીતે પ્રજ્ઞાપકની લવનક્રિયા શીઘ્રત્વ દર્શાવીને - X - કહે છે - કપાય તે લવ, ચોખા વગેરેને લણવા તે લવ. તેમાં સાત લવ જેટલો કાળ થાય. - X - X - દ્રવ્ય દેવત્વ અર્થાત્ સાધુ અવસ્થામાં. જેનું ભવ-ગ્રહણ સંબંધી આયુષ્ય પૂર્ણ થયું નથી, તેના વડે જ. - X -
લવસપ્તમ, અનુત્તરોપપાતિક હોય છે, તેથી અનુત્તરોપપાતિક દેવની પ્રરૂપણા માટે બે સૂત્ર કહે છે - અનુત્તર - સર્વ પ્રધાન અનુત્તર શબ્દાદિ વિષય યોગથી, ઉપપાત - જન્મ, તે જેને છે તે અનુત્તરોપપાતિક. - - જેટલામાં છઠ્ઠભક્તિક સુસાધુ કર્મો ખપાવે, એટલાં કર્મો બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવમાં ઉત્પન્ન થાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit