Viyahapannatti 939
Viyāhapannatti: ṭīkānusārī vivecana 939
- Language
- Gujarati
939
‘ભગવતી’ સૂત્ર-૬૨૨, ૬૨૩ :– [૧૪/૭/૬૨૨, ૬૨૩]
[૬૨૨] ભગવન્! લવસપ્તમ દેવ શું લવસપ્તમ હોય છે? હા, હોય છે.
ભગવન્! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! જેમ કોઈ પુરુષ તરુણ યાવત્ નિપુણ-શિલ્પોપપક હોય, તે પરિપક્વ, કાપવાને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, પીળા પડેલ, પીળી જાળીવાળી શાલિ - વ્રીહિ - ઘઉં - જવ - જવજવની વિખરાયેલ નાલોને હાથથી એકઠા કરી, મુઠ્ઠીમાં પકડી નવી ધાર પર ચડાવેલ તીક્ષ્ણ દાંતથી શીઘ્રતાથી કાપે, એ રીતે સાત લવ જેટલા સમયમાં કાપી લે, હે ગૌતમ! જો તે દેવનું આટલું વધુ આયુ હોય તો તે એ જ ભવે સિદ્ધ થઈ યાવત્ અંત કરે છે. તેથી તે - X - લવસપ્તમ કહેવાય.
[૬૨૩] ભગવન્! ‘અનુત્તરોપપાતિક દેવ’ અનુત્તરોપપાતિક દેવ હોય છે? હા, હોય છે.
ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! અનુત્તરોપપાતિક દેવોને અનુત્તર શબ્દો યાવત્ અનુત્તર સ્પર્શ હોય છે, તેથી હે ગૌતમ! એવું - X - કહ્યું છે.
ભગવન્! અનુત્તરોપપાતિક દેવો કેટલા કર્મ બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવપણે ઉત્પન્ન થાય છે? ગૌતમ! શ્રમણ નિર્ગ્રન્થ ષષ્ઠભક્ત તપથી જેટલા કર્મોની નિર્જરા કરે છે, તેટલા કર્મો બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવ દેવપણે ઉત્પન્ન થાય છે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit