Viyahapannatti 942
Viyāhapannatti: ṭīkānusārī vivecana 942
- Language
- Gujarati
942
‘ભગવતી’ સૂત્ર-૬૨૪ :– [૧૪/૮/૬૨૪]
ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરાપ્રભા પૃથ્વીનું કેટલું અબાધાએ અંતર છે? ગૌતમ! અસંખ્યાત હજાર યોજન અંતર છે.
ભગવન્! શર્કરાપ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીમાં કેટલું અબાધા અંતર છે? એ પ્રમાણે યાવત્ તમા અને અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું.
ભગવન્! અધઃસપ્તમી પૃથ્વી અને અલોકનું અબાધા અંતર કેટલું છે? ગૌતમ! અસંખ્યાત હજાર યોજન અબાધાએ અંતર છે.
ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીથી જ્યોતિષ્કનું કેટલું અંતર છે? ગૌતમ! ૭૯૦ યોજન અબાધાએ અંતર કહેલ છે.
ભગવન્! જ્યોતિષ્કથી સુધર્મ-ઈશાન કલ્પનું કેટલું અંતર છે? ગૌતમ! અસંખ્યાત યોજન યાવત્ અંતર કહેલ છે.
ભગવન્! સૌધર્મ-ઈશાનથી સનત્કુમાર-માહેન્દ્રનું કેટલું? એ પ્રમાણે જ છે.
સનત્કુમાર-માહેન્દ્રથી બ્રહ્મલોક કલ્પનું અંતર? એ પ્રમાણે જ છે.
ભગવન્! બ્રહ્મલોકથી લાંતક કલ્પનું? એ પ્રમાણે જ છે.
ભગવન્! લાંતકથી મહાશુક્ર કલ્પનું? એ પ્રમાણે અંતર છે.
મહાશુક્ર કલ્પથી સહસ્રારનું એમ જ છે.
સહસ્રારથી આનત-પ્રાણત કલ્પનું એમ જ છે,
આનત-પ્રાણત કલ્પથી આરણ-અચ્યુત કલ્પનું એમ જ છે.
આરણ-અચ્યુતથી ગ્રૈવેયક અને ગ્રૈવેયકથી અનુત્તર વિમાનનું એમ જ છે.
ભગવન્! અનુત્તર વિમાનથી ઈષત્ પ્રાગ્ભારા પૃથ્વીનું અંતર? ગૌતમ! બાર યોજન અબાધાએ અંતર છે.
ઈષત્ પ્રાગ્ભારા પૃથ્વીથી અલોકનું અંતર? ગૌતમ! દેશોન યોજન અબાધા અંતર છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit