Viyahapannatti 943
Viyāhapannatti: ṭīkānusārī vivecana 943
- Language
- Gujarati
943
વિવેચન :–૬૨૪
અબાધાએ - બાધા એટલે પરસ્પર સંશ્લેષથી પીડન, બાધા નહીં તે અબાધા, તે અબાધાથી જે અંતર - વ્યવધાન. અહીં અંતર શબ્દ મધ્ય વિશેષાદિ અર્થમાં વર્તમાન છે, તેના વ્યવચ્છેદથી વ્યવધાન અર્થના પરિગ્રહને માટે અબાધા ગ્રહણ કર્યુ. અસંખેજ્જાઈં જોયણ૦ અહીં યોજન પ્રાયઃ પ્રમાણાંગુલ નિષ્પન્ન લેવો. - X –
અહીં પર્વતાદિના ગ્રહણના ઉપલક્ષણત્વથી અન્યથા આદિત્ય પ્રકાશાદિ પણ પ્રમાણ-યોજનપ્રમેયતા થાય છે. તથા અધોલોક ગ્રામમાં તેના પ્રકાશની અપ્રાપ્તિ પ્રાપ્ત થાય છે. આત્માંગુલના અનિયતત્વથી અવ્યવહાર અંગ પણે રવિ પ્રકાશનું ઉચ્છ્રયયોજન પ્રમેયત્વ છે. તેના અતિ લઘુત્વથી પ્રમાણ યોજન પ્રમિત ક્ષેત્રની અવ્યાપ્તિ છે (ઈત્યાદિ)
ઈષત્ પ્રાગ્ભારાના ઉપરના યોજનનો જે ક્રોશ, તે ક્રોશનો છઠ્ઠો ભાગ, આટલી સિદ્ધની અવગાહના કહી છે.
અહીં સિદ્ધિ અને અલોકનું દેશ ન્યૂન યોજન અંતર કહ્યું, આવશ્યકમાં યોજન જ કહ્યું છે. તેમાં કિંચિત્ ન્યૂનતાની વિવક્ષા કરી નથી, તેમાં વિરોધ ન સમજવો. - - પૃથ્વી આદિનું અંતર કહ્યું. તે જીવોને ગમ્ય છે, જીવ વિશેષ ગતિને આશ્રીને આ ત્રણ સૂત્ર કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit