Viyahapannatti 949
Viyāhapannatti: ṭīkānusārī vivecana 949
- Language
- Gujarati
949
વિવેચન :–૬૨૮ થી ૬૩૦
અવ્વાબાહ - બીજાને પીડા પહોંચાડવી તે વ્યાબાધ, તેના નિષેધથી અવ્યાબાધ. તેઓ લોકાંતિક દેવની મધ્યે રહેલા જાણવા. કહ્યું છે– સારસ્વત,આદિત્ય,વહ્નિ,વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, અગ્ન્યર્ચા, રિષ્ઠા.
અચ્છિપત્તંસિ - આંખની પાંપણ, આબાહ - કિંચિત્ બાધા, પબાહ - પ્રકૃષ્ટ બાધા, વાબાહ એમ ક્યાંક છે, તેનો અર્થ વિશિષ્ટ બાધા છે. છવિચ્છેય - શરીરનો છેદ, એસુહુમ - એટલું સૂક્ષ્મ. - X - સપાણિણ - પોતાના હાથે. જો શક્ર મસ્તકને કમંડલમાં નાંખવા સમર્થ છે, તો તેનો પ્રક્ષેપ કઈ રીતે તે કરે છે? - કહે છે -
છરી વડે કૂષ્માંડાદિ માફક નાના-નાના ટુકડા કરીને કમંડલમાં પ્રક્ષેપે છે. શાડી આદિ માફક ઉભા ચીરા કરી - કરીને, ખાંડણીયામાં તલ આદિ માફક કૂટી-કૂટીને, શિલા પર શિલાપુત્રક ગંધ દ્રવ્ય માફક ચૂર્ણ કરીને. (ઈત્યાદિ રીતે) મસ્તકને કમંડલમાં પ્રક્ષેપે છે.
પરિસંધાએજ્જ - એકઠું કરે છે એસુહુમ - આટલું સૂક્ષ્મ કરીને.
જૃંભગ - સ્વછંદચારીપણે ચેષ્ટા કરે તે જૃંભક - તિર્છાલોકવાસી વ્યંતરદેવ વિશેષ. પમુઈયપક્કીલિય - સંતોષવાળા હોવાથી આનંદિત અને પ્રકૃષ્ટ ક્રીડા કર્તા. કંદપ્પરઈ - કેલિરતિક, મોહણસીલ - મૈથુનસેવી સ્વભાવા. અજસ - ઉપલક્ષણથી આના અનર્થને પામનાર. જસ - ઉપલક્ષણથી આના અર્થને - વૈક્રિયલબ્ધિને વજ્રસ્વામીવત્ પામનાર. તેઓના શાપ-અનુગ્રહ કરવાના સામર્થ્યથી અને તેમના સ્વભાવથી.
(૧) અન્નજૃંભક - ભોજનને સરસ-નીરસ કરવાની કે તેની માત્રા વધારી-ઘટાડી દેવાની શક્તિવાળા દેવ. - - (૨) પાનજૃંભક-આ પ્રમાણે પાન આદિમાં પણ કહેવું. વિશેષ એ કે - લયન - ગૃહ. પુપ્ફફલજંભગ - ઉભય જૃંભક, આને સ્થાને મંતજંભગ - વાચનાંતરમાં દેખાય છે. અવિયત્તજંભગ - અવ્યક્ત અન્નાદિવિભાગથી જૃંભકો જે છે તે. ક્યાંક અહિવઈજંભગ - દેખાય છે. તેમાં અધિપતિમાં - રાજાદિ નાયક વિષયમાં જૃંભક. સવ્વેસુ ચેવ દીહવેયડ્ઢેસુ - પ્રતિક્ષેત્રમાં તેનો સદ્ભાવ તે ૧૭૦ સંખ્યક દીર્ઘવિજયાર્દ્ધ પર્વત વિશેષમાં. અહીં દીર્ઘ ગ્રહણ વર્તુળ વિજયાર્દ્ધના નિષેધ માટે છે. ચિત્તવિચિત્તાદિ - દેવકુરુમાં શીતોદા નદીના ઉભય પડખે ચિત્રકૂટ અને વિચિત્રકૂટ પર્વત છે. તથા ઉત્તરકુરુમાં શીતા નદીના બંને પડખે યમક-સમક નામે પર્વતો છે. કંચનપવ્વએ - ઉત્તર કુરુમાં શીતા નદી સંબંધી પાંચ નીલવત્ આદિ દ્રહોના ક્રમે રહેલ પ્રત્યેક પૂર્વ-પશ્ચિમ કિનારે દશ-દશ કાંચન નામે પર્વતો છે. તે ૧૦૦ થાય છે. એ રીતે દેવકુરુમાં પણ શીતોદા નદી સંબંધી નિષધદ્રહાદિ આસપાસ ૧૦૦ છે. એ રીતે ૨૦૦ કંચનગિરિ છે. એ રીતે ધાતકીખંડાદિમાં પણ જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit