Viyahapannatti 948
Viyāhapannatti: ṭīkānusārī vivecana 948
- Language
- Gujarati
948
‘ભગવતી’ સૂત્ર-૬૨૮ થી ૬૩૦ :– [૧૪/૮/૬૨૮ થી ૬૩૦]
[૬૨૮] ભગવન્! શું ‘અવ્યાબાધ દેવ’ અ-વ્યાબાધ દેવ છે? હા, છે.
ભગવન્! એમ કેમ કહો છો - X -? ગૌતમ! પ્રત્યેક અવ્યાબાધ દેવ, પ્રત્યેક પુરુષની, પ્રત્યેક આંખની પલક ઉપર દિવ્ય દેવર્દ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવ યુક્તિ, દિવ્ય દેવાનુભાગ, દિવ્ય બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડવાને સમર્થ છે, (એમ કરતા તે દેવ) તે પુરુષને કંઈ પણ અબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી, શરીર છેદ કરતો નથી. એટલી સૂક્ષ્મતાથી તે દેવ નાટ્યવિધિ દેખાડી શકે છે. તેથી તે દેવ અવ્યાબાધ દેવ કહેવાય.
[૬૨૯] ભગવન્! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર, પોતાના હાથમાં ગ્રહણ કરેલ તલવારથી કોઈ પુરુષનું મસ્તક કાપી કમંડલમાં નાંખવા સમર્થ છે? હા, સમર્થ છે. - - તે આમ કઈ રીતે કરે છે?
ગૌતમ! (તે મસ્તકને) છેદી-છેદીને નાંખે છે, ભેદી-ભેદીને નાંખે છે, કૂટી-કૂટીને નાંખે છે, ચૂર્ણ કરી-કરીને નાંખે છે. ત્યારપછી જલ્દીથી પુનઃ મસ્તક બનાવી દે છે. (આ પ્રક્રિયામાં) તે પુરુષને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી. આ પ્રકારની સૂક્ષ્મતાપૂર્વક મસ્તક કાપીને તે કમંડલુમાં નાંખે છે.
[૬૩૦] ભગવન્! ‘જૃંભક દેવ’ જૃંભક દેવ છે? હા, છે.
ભગવન્! એમ કેમ કહો છો? ગૌતમ! જૃંભક દેવો, નિત્ય પ્રમોદી, અતિ ક્રીડાશિલ, કંદર્પરતિ, મોહનશીલ હોય છે. જે કોઈ તે દેવને ક્રુદ્ધ જુએ છે, તે પુરુષ મહાન્ અપયશ પામે છે. જે કોઈ તે દેવને સંતુષ્ટ જુએ છે, તે મહા યશને પામે છે. તેથી હે ગૌતમ! જૃંભગ દેવો છે.
ભગવન્! જૃંભગ દેવો કેટલા ભેદે છે? ગૌતમ! દશ ભેદે – અન્નજૃંભગ, પાનજૃંભગ, વસ્ત્રજૃંભગ, લયનજૃંભગ, શયનજૃંભગ, પુષ્પજૃંભગ, ફળજૃંભગ, પુષ્પફળજૃંભગ, વિદ્યાજૃંભગ, અવ્યક્તજૃંભગ.
ભગવન્! જૃંભગ દેવો ક્યાં નિવાસ કરે છે? ગૌતમ! બધાં દીર્ઘ વૈતાઢ્યોમાં, ચિત્ર-વિચિત્ર-યમક-પર્વતોમાં, કાંચનગિરિમાં, અહીં જૃંભગ દેવો નિવાસ કરે છે.
ભગવન્! જૃંભગ દેવોની કેટલી કાળ સ્થિતિ છે? ગૌતમ! એક પલ્યોપમ. - ભગવન્! તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit