Viyahapannatti 960
Viyāhapannatti: ṭīkānusārī vivecana 960
- Language
- Gujarati
960
‘ભગવતી’ સૂત્ર-૬૩૬ :– [૧૪/૧૦/૬૩૬]
ભગવન્! શું કેવલી, છદ્મસ્થને જાણે-જુએ? હા, જાણે-જુએ.
ભગવન્! જે રીતે કેવલી, છદ્મસ્થને જાણે-જુએ, તેમ સિદ્ધો પણ છદ્મસ્થને જાણે-જુએ. હા, જાણે-જુએ.
ભગવન્! શું કેવળી, આધોવધિકને જાણે-જુએ? હા, ગૌતમ! જાણે-જુએ. એ પ્રમાણે પરમાધોવધિક પણ કહેવા. એ પ્રમાણે જ કેવલી અને સિદ્ધ યાવત્ કેવળીને જાણે અને જુએ.
ભગવન્! જે રીતે કેવલી, સિદ્ધને જાણે-જુએ, તેવી રીતે સિદ્ધ પણ સિદ્ધને જાણે-જુએ. હા, જાણે અને જુએ.
ભગવન્! કેવલી બોલે છે કે ઉત્તર આપે છે? હા, બોલે અને ઉત્તર (પણ) આપે.
ભગવન્! જેમ કેવલી બોલે કે ઉત્તર આપે, તે રીતે સિદ્ધો પણ બોલે કે ઉત્તર આપે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! એમ કેમ કહો છો કે - X - યાવત્ સિદ્ધો ન બોલે, ન ઉત્તર આપે?
ગૌતમ! કેવલી, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ સહિત હોય છે. જ્યારે સિદ્ધો ઉત્થાન યાવત્ પુરુષાકાર પરાક્રમથી રહિત હોય છે. તેથી એમ કહ્યું કે યાવત્ ઉત્તર ન આપે.
ભગવન્! કેવલી, (પોતાની આંખ) ખોલે કે બંધ કરે? હા, તેમ કરે. એ પ્રમાણે આકુંચન કે પ્રસારણ કરે, એ પ્રમાણે સ્થાન-શય્યા-નિષદ્યા કરે છે. [સિદ્ધોમાં આ બધાનો નિષેધ જાણવો.]
ભગવન્! કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને રત્નપ્રભા પૃથ્વી એ રીતે જાણે-જુએ? હા, જાણે-જુએ.
ભગવન્! જે રીતે કેવલી રત્નપ્રભા પૃથ્વીને રત્નપ્રભા પૃથ્વી એમ જાણે-જુએ. તે રીતે સિદ્ધો પણ રત્નપ્રભા પૃથ્વીને જાણે-જુએ? હા, જાણે અને જુએ.
ભગવન્! કેવલી, શર્કરાપ્રભા પૃથ્વીને, શર્કરાપ્રભા પૃથ્વી છે, એમ જાણે-જુએ? પૂર્વવત્ કહેવું. અધઃસપ્તમી સુધી આમ કહેવું.
ભગવન્! કેવલી સૌધર્મ કલ્પને જાણે-જુએ? હા, જાણે-જુએ. એ પ્રમાણે જ ઈશાન યાવત્ અચ્યુતકલ્પને જાણે-જુએ.
ભગવન્! કેવલી, ગ્રૈવેયક વિમાનને ગ્રૈવેયક વિમાન એમ જાણે-જુએ? પૂર્વવત્. એ રીતે અનુત્તર વિમાનને પણ જાણે-જુએ.
ભગવન્! કેવલી, ઈષત્ પ્રાગ્ભારા પૃથ્વીને ઈષત્ પ્રાગ્ભારા પૃથ્વી રૂપે જાણે-જુએ? પૂર્વવત્. [આ બધું સિદ્ધોમાં પણ સમજી લેવું.]
ભગવન્! કેવલી, પરમાણુ પુદ્ગલને પરમાણુ પુદ્ગલરૂપે જાણે-જુએ? પૂર્વવત્. એ પ્રમાણે દ્વિપ્રદેશિક સ્કંધ, એ પ્રમાણે યાવત્ હે ભગવન્! કેવલી, અનંત પ્રદેશિક સ્કંધને અનંતપ્રદેશિક સ્કંધરૂપે જે રીતે જાણે-જુએ છે, તે રીતે સિદ્ધો પણ - X - જાણે અને જુએ? હા, જાણે અને જુએ.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit