Pramāṇa · Search · About · API

Viyahapannatti 993

Viyāhapannatti: ṭīkānusārī vivecana 993

Language
Gujarati

993

વિવેચન :–૬૬૪, ૬૬૫
અહિગરણિ વિ - અધિકરણ એટલે દુર્ગતિ નિમિત્ત. વસ્તુ વિવક્ષાથી શરીર, ઈન્દ્રિયો તથા બાહ્ય હળ, ગાડું આદિ પરિગ્રહ જેને હોય તે અધિકરણી. અહિગરણ - શરીરાદિ અધિકરણ વડે કંઈક વ્યતિરિક્તપણાથી અધિકરણ જીવ. આ બંને જીવને અવિરતિને આશ્રીને કહ્યા છે, તેથી જે વિરતિવાળા છે, તે મને શરીરાદિ ભાવ છતાં પણ અધિકરણી નથી, અધિકરણ પણ નથી.
આ જ કથન ૨૪-દંડકને આશ્રીને બતાવે છે - નૈરયિકાદિ અધિકરણી જીવ પૂર્વે કહ્યા છે, તે દૂરવર્તી હોવા છતાં અધિકરણ વડે કહે છે. જેમકે ગોમાન. તેથી અહીં પૂછે છે - જીવ, સાધિકરણી આદિ. શરીરાદિ સહિત વર્તે તે સાધિકરણી, સંસારી જીવને શરીર, ઈન્દ્રિયરૂપ અધિકરણ સર્વદા સાથે હોવાથી આમ કહ્યું. શસ્ત્રાદિ અધિકરણ અપેક્ષાએ સ્વસ્વામી ભાવના અવિરતિરૂપ સહવર્તીપણાથી જીવ સાધિકરણ કહેવાય. પરંતુ સંયતોને શરીરાદિ હોવા છતાં અવિરતિના અભાવથી આધિકરણિત્વ નથી. નિરધિકરણી - જેમાંથી અધિકરણ ચાલ્યું ગયું છે તે. - X - તે હોતું નથી. અવિરતિને અધિકરણરૂપે અદૂરવર્તિત્વથી કહ્યું. અથવા પુત્ર, મિત્રાદિ વડે વર્તે છે, તે આધિકરણી. કોઈક જીવને પુત્રાદિના અભાવે પણ, તે વિષયક વિરતિના અભાવથી સાધિકરણત્વ જાણવું. તેથી નિરધિકરણી નથી એમ મંતવ્ય છે. - - - અધિકરણ અધિકારથી કહે છે –
અધિકરણી કૃષિ આદિવાળો આત્મ અધિકરણી છે. (શંકા) જેને કૃષિ આદિ નથી, તે કઈ રીતે અધિકરણી છે? અવિરતિ અપેક્ષાએ. પરાહિગરણિ બીજાના અધિકરણમાં પ્રવર્તનથી અધિકરણી તે. તદુભયાહિગરણિ - આત્મા અને પર બંને તે તદુભય, તેથી અધિકરણી જે છે તે. હવે અધિકરણની જ હેતુ પ્રરૂપણાર્થે કહે છે – જીવાણં આદિ. આયપ્પઓગ - આત્માના પ્રયોગ-મન વગેરે વ્યાપારથી નિષ્પાદિત જે છે તે. એ પ્રમાણે બીજા બંને કહેવા. (શંકા) જેને વચનાદિ પરપ્રવર્તન વસ્તુ નથી. તેને કઈ રીતે પરપ્રયોગ નિર્વર્તિતાદિ થાય? આ આશંકા નિવારવા કહે છે – અવિરતિની અપેક્ષાએ ત્રણે પણ હોય, તેમ વિચારવું.
હવે શરીરીને ઈન્દ્રિય અને યોગના નિષ્પાદનમાં જીવાદિનું અધિકરણત્વમાં સૂત્રમાં કહ્યું. - X - X - આ આલાવો પૃથ્વીકાયિક સૂત્રમાં સમસ્ત કહેવો. - X - જે જીવ પદને જે હોય તે કહેવો. તેમાં નારક-દેવોને, વાયુને, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને તે હોય છે, તેમ જાણવું.
પમાયપડુચ્ચ - આ આહારક શરીર સંયમીને જ હોય, તેમાં અવિરતિના અભાવ છતાં પણ પ્રમાદથી અધિકરણીત્વ જાણવું. તે મનુષ્યને જ હોય છે - X - શ્રોત્રેન્દ્રિય એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયનાને હોય.

Linked texts (1)