Viyahapannatti 992
Viyāhapannatti: ṭīkānusārī vivecana 992
- Language
- Gujarati
992
‘ભગવતી’ સૂત્ર-૬૬૪, ૬૬૫ :– [૧૬/૧/૬૬૪, ૬૬૫]
[૬૬૪] ભગવન્! જીવ, અધિકરણી છે કે અધિકરણ? ગૌતમ! જીવ, અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. - - ભગવન્! આમ કેમ કહો છો - X -? ગૌતમ! અવિરતીને આશ્રીને તે બંને કહેલ છે.
ભગવન્! નૈરયિક, શું અધિકરણી કે અધિકરણ છે? ગૌતમ! અધિકરણી પણ છે, અધિકરણ પણ છે. એ પ્રમાણે જેમ જીવમાં કહ્યું તેમ નૈરયિકમાં પણ કહેવું, એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક કહેવું.
ભગવન્! જીવ, શું સાધિકરણી છે કે નિરધિકરણી? ગૌતમ! સાધિકરણી છે, નિરધિકરણી નથી. આમ કેમ કહ્યું પ્રશ્ન. ગૌતમ! અવિરતિને આશ્રીને કહ્યું યાવત્ નિરધિકરણી નથી. યાવત્ વૈમાનિક આમ કહેવું.
ભગવન્! શું જીવ, આત્માધિકરણી છે, પરાધિકરણી છે, તદુભયાધિકરણી છે? ગૌતમ! તે ત્રણે છે. ભગવન્! એમ કેમ કહો છો કે યાવત્ તદુભયાધિકરણી પણ છે. ગૌતમ! અવિરતિને આશ્રીને તે પ્રમાણે કહ્યું યાવત્ તદુભયાધિકરણી પણ છે, યાવત્ વૈમાનિક.
ભગવન્! શું જીવોના અધિકરણ આત્મપ્રયોગથી થાય છે, પરપ્રયોગથી થાય છે કે તદુભયપ્રયોગથી થાય છે? ગૌતમ! આ ત્રણે છે. - - ભગવન્! એમ કેમ કહો છો? ગૌતમ! અવિરતિને આશ્રીને. તેથી કહ્યું કે યાવત્ તદુભય પ્રયોગથી થાય છે. યાવત્ વૈમાનિક.
[૬૬૫] ભગવન્! શરીર કેટલા પ્રકારે છે? ગૌતમ! પાંચ પ્રકારે - ઔદારિક યાવત્ કાર્મણ. - - ભગવન્! ઈન્દ્રિયો કેટલી કહી છે? ગૌતમ! પાંચ. તે આ - શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય.
ભગવન્! યોગ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ. તે આ - મનોયોગ, વચનયોગ, કાયયોગ. - - ભગવન્! ઔદારિક શરીર બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ? ગૌતમ! બંને છે. ભગવન્! એમ કેમ કહો છો કે બંને છે? ગૌતમ! અવિરતિને આશ્રીને યાવત્ અધિકરણ પણ છે.
ભગવન્! પૃથ્વીકાયિક, ઔદારિક શરીર બાંધતા અધિકરણી છે કે અધિકરણ? પૂર્વવત્. એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. એ રીતે વૈક્રિયશરીરમાં પણ જાણવું. વિશેષ એ કે - જેને જે શરીર હોય, તે તેને કહેવું.
આહારક શરીર બાંધતો જીવ અધિકરણી છે? પ્રશ્ન. ગૌતમ! અધિકરણી પણ છે. અધિકરણ પણ છે. - - એમ કેમ કહ્યું? ગૌતમ! પ્રમાદને આશ્રીને એમ કહ્યું કે યાવત્ અધિકરણ પણ છે. એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું. તૈજસ શરીર, ઔદારિકવત્ જાણવું. વિશેષ એ કે - સર્વે જીવોને કહેવા. કાર્મણ શરીર પણ એ પ્રમાણે છે.
ભગવન્! શ્રોત્રેન્દ્રિયને બાંધતો જીવ અધિકરણી કે અધિકરણ છે? એ પ્રમાણે જેમ ઔદારિક શરીર કહ્યું, તેમ શ્રોત્રેન્દ્રિય પણ કહેવું. વિશેષ એ કે - જેને શ્રોત્રેન્દ્રિય હોય, તેને કહેવી. એ પ્રમાણે ચક્ષુ-ઘ્રાણ-જીભ-સ્પર્શનેન્દ્રિય પણ કહેવી. વિશેષ એ કે - જેને જે ઈન્દ્રિય હોય, તેને તે પ્રકારે કહેવું.
ભગવન્! મનોયોગને બાંધતો જીવ અધિકરણી કે અધિકરણ? એ પ્રમાણે જેમ શ્રોત્રેન્દ્રિયમાં કહ્યું, તેમ બધું કહેવું. વચનયોગ એ પ્રમાણે જ છે. વિશેષ એ કે - એકેન્દ્રિયોને વર્જવા. એ પ્રમાણે કાયયોગ પણ કહેવો. વિશેષ એ કે - સર્વે જીવોને વૈમાનિક સુધી કહેવા. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit