Viyahapannatti 995
Viyāhapannatti: ṭīkānusārī vivecana 995
- Language
- Gujarati
995
‘ભગવતી’ સૂત્ર-૬૬૬ :– [૧૬/૨/૬૬૬]
રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્! શું જીવોને જરા અને શોક હોય? ગૌતમ! તે બંને હોય.
ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! જે જીવો શારીરિક વેદના વેદે છે, તે જીવોને જરા હોય છે. જે જીવો માનસિક વેદના વેદે છે, તેઓને શોક હોય છે. તેથી આ પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે નૈરયિકોને પણ જાણવું. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું.
ભગવન્! પૃથ્વીકાયિકને જરા અને શોક હોય? ગૌતમ! પૃથ્વીકાયિકને જરા હોય, શોક નહીં. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! પૃથ્વીકાયિક શારીરિક વેદના વેદે છે, માનસિક વેદના ન વેદે, તેથી કહ્યું. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી જાણવું. બાકીનાને જીવની માફક જાણવું. યાવત્ વૈમાનિક. - - ભગવન્! તે એમ જ છે યાવત્ પર્યુપાસે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit