Pramāṇa · Search · About · API

Viyahapannatti 997

Viyāhapannatti: ṭīkānusārī vivecana 997

Language
Gujarati

997

‘ભગવતી’ સૂત્ર-૬૬૭ :– [૧૬/૨/૬૬૭]
તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજ્રપાણી, પુરંદર યાવત્‌ ભોગવતો વિચરતો હતો. આ સંપૂર્ણ જંબૂદ્વીપ દ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા ઉપયોગપૂર્વક જોતા શ્રમણ ભગવંત મહાવીરને જંબૂદ્વીપમાં જુએ છે. એ પ્રમાણે જેમ ત્રીજા શતકમાં ઈશાનને કહેલ, તે પ્રમાણે શક્રને પણ કહેવો. વિશેષ એ કે – આભિયોગિક દેવોને બોલાવતો નથી, પદાતિસેનાના અધિપતિ હરી (હરીણૈગમેષી) દેવ છે, સુઘોષા ઘંટા છે, પાલક વિમાનકારી છે, પાલક વિમાનનો નિર્યાણમાર્ગ ઉત્તર દિશા છે, અગ્નિકોણમાં રતિકર પર્વત છે. બાકી પૂર્વવત્‌ યાવત્‌ (ભગવંતને) નામ કહી, પર્યુપાસે છે. (ભગવંતે) ધર્મકથા કહી, યાવત્‌ પર્ષદા પાછી ગઈ.
ત્યારે તે શક્રેન્દ્ર ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી હર્ષિત, સંતુષ્ટ થઈ ભગવંતને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું– ભગવન્‌! અવગ્રહ કેટલા ભેદે છે? શક્ર! પાંચ ભેદે છે– દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગાથાપતિ- અવગ્રહ, સાગારિકાવગ્રહ, સાધર્મિકાવગ્રહ.
ભગવન્‌ ! જે આ આજકાલ શ્રમણ નિર્ગ્રન્થો વિચરે છે, તેઓને હું અવગ્રહની અનુજ્ઞા આપું છું, એમ કહી ભગવંતને વંદન-નમસ્કાર કરે છે. કરીને તે જ દિવ્ય યાનવિમાનમાં ચઢે છે, ચઢીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. - ભગવન્‌! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું – ભગવન્‌! દેવેન્દ્ર દેવરાજ શક્રે, જે આપને પૂર્વોક્ત કહ્યું, તે અર્થ સત્ય છે? હા, સત્ય છે.

Linked texts (1)