Viyahapannatti 998
Viyāhapannatti: ṭīkānusārī vivecana 998
- Language
- Gujarati
998
વિવેચન :–૬૬૭
એવં જહા ઈસાણો૦ - જેમ ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં ઈશાનને ‘રાજપ્રશ્નીય’ના અતિદેશથી કહ્યો. તેમ અહીં શક્ર પણ કહેવો. સર્વથા સામ્યના પરિહારાર્થે કહે છે – આભિયોગ દેવને બોલાવતો નથી ઈત્યાદિ. તેમાં ઈશાનેન્દ્ર ભગવંત મહાવીરને જોઈને આભિયોગિક દેવોને બોલાવે છે, શક્ર નથી બોલાવતો, તથા ઈશાનને પદાતિ સૈન્યાધિપતિ લઘુપરાક્રમ છે, નંદીઘોષ ઘંટા વગાડવા નિયુક્ત કર્યો છે, અહીં સુઘોષા ઘંટા વગાડવા હરિણૈગમેષી દેવ છે, ત્યાં પુષ્પકદેવ વિમાન રચે છે, અહીં પાલક દેવ છે, વિમાન ત્યાં પુષ્પક છે, અહીં પાલક છે ત્યાં દક્ષિણ નિર્યાણમાર્ગ છે, અહીં ઉત્તર છે, ઈત્યાદિ - X -
પોતાનું નામ બતાવવા કહે છે – હે ભદંત! હું દેવરાજ શક્ર, તમને વંદુ છું, નમું છું. ઉગ્ગહ - સ્વામી વડે સ્વીકારાય, તે અવગ્રહ. શક્ર કે ઈશાનનો અવગ્રહ તે દેવેન્દ્રાવગ્રહ, તેમાં દક્ષિણ અને ઉત્તર લોકાર્ધ કહેવા. ચક્રવર્તી રાજાનો અવગ્રહ – છ ખંડ ભરતાદિ ક્ષેત્રનો, તે રાજાવગ્રહ. ગૃહપતિ એટલે માંડલિક રાજાનો અવગ્રહ-સ્વકીય મંડલ તે. ઘર સહિત વર્તે તે સાગાર, તે સાગારિકનો અવગ્રહ. સમાન ધર્મ વડે ચરે તે સાધર્મિક, સાધુની અપેક્ષાએ સાધુ, તેમનો અવગ્રહ, તે સાધર્મિકાવગ્રહ.
ક્ષેત્રને આશ્રીને પાંચ કોશ, શેષકાળમાં એક માસ, વર્ષાઋતુમાં ચાર માસ યાવત્ સાધર્મિકાવગ્રહ છે, તે સાંભળીને ઈન્દ્રએ કહ્યું – હું દેવેન્દ્ર અવગ્રહની અનુજ્ઞા આપું છું.-X-અર્થથી સત્ય છે, પણ સમ્યગ્વાદી છે કે નહીં?
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit