Pramāṇa · Search · About · API

Viyahapannatti 9.32.453

Viyāhapannatti: Gujarati translation (Dīparatnasāgara, 2020) 9.32.453

Language
Gujarati

9.32.453

ભગવન્‌ ! પ્રવેશનક(ઉત્પત્તિ) કેટલા ભેદે છે ? ગાંગેય ! પ્રવેશનકના ચાર ભેદ છે. તે આ – નૈરયિક પ્રવેશનક, તિર્યંચયોનિક પ્રવેશનક, મનુષ્ય પ્રવેશનક અને દેવ – પ્રવેશનક.
ભગવન્‌ ! નૈરયિક પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય ! સાત ભેદે. તે આ – રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક – પ્રવેશનક.
ભગવન્‌ ! એક નૈરયિક જીવ, નૈરયિકપ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભા પૃથ્વીમાં હોય, શર્કરાપ્રભા પૃથ્વીમાં યાવત્‌ અધઃ સપ્તમીમાં હોય ? ગાંગેય ! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! બે નૈરયિક જીવો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે કે યાવત્‌ અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય ? ગાંગેય ! ૧. બંને જીવ રત્નપ્રભામાં હોય યાવત્‌ ૭. બંને જીવ અધઃસપ્તમીમાં હોય,
અથવા દ્વિ સંયોગીભંગ કહીએ તો
૧.એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં હોય – અથવા – ૨.એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ ૬. એક રત્નપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય.
અથવા – ૭. એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ અથવા ૧૧. એક શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય.
અથવા – ૧૨.એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં હોય યાવત્‌ અથવા ૧૫.એક વાલુકાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય. આ પ્રમાણે એક – એક પૃથ્વીને છોડતા યાવત્‌ અથવા એક ૨૧. તમામાં અને એક અધઃસપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! ત્રણ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા તે ત્રણ નૈરયિક શું રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય ? ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. અથવા – એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં હોય યાવત્‌ અથવા એક રત્નપ્રભામાં, બે અધઃસપ્તમીમાં હોય ૬.. અથવા – બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં હોય યાવત્‌ અથવા બે રત્નપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૨.. અથવા એક શર્કરાપ્રભામાં, બે વાલુકાપ્રભામાં હોય યાવત્‌ અથવા – એક શર્કરાપ્રભામાં, બે અધઃસપ્તમીમાં હોય. ૧૭.
અથવા – બે શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ – અથવા – બે શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમી માં હોય ૨૨. એ પ્રમાણે જેમ શર્કરાપ્રભામાં કથન કર્યું તેમ સર્વે પૃથ્વીમાં કહેવું યાવત્‌ – અથવા – બે તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૪,૪,૩,૩,૨,૨,૧,૧ – કુલ ૪૨ ભંગ થાય.
અથવા (ત્રિસંયોગી ભંગ કરીએ તો)એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય – અથવા – એક રત્નપ્રભા, એક શર્કરાપ્રભા, એક પંકપ્રભામાં હોય, યાવત્‌ – અથવા – એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય. ૫
અથવા – એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં હોય. – અથવા – એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય. એ રીતે યાવત્‌ – અથવા – એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક અધઃ સપ્તમીમાં હોય ૯..
અથવા – એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય, યાવત્‌ – અથવા – એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૨.
અથવા – એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં, એક તમામાં હોય – અથવા – એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૪..
અથવા – એક રત્નપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. ૧૫. – અથવા – એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં હોય – અથવા એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય, યાવત્‌ – અથવા – એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૯..
અથવા – એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય યાવત્‌ એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૨૨. અથવા – એક શર્કરાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમામા હોય – અથવા – એક શર્કરાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૨૪. અથવા એક શર્કરાપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૨૫.
અથવા – એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમામા હોય અથવા – એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૨૮.
અથવા – એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમામા હોય અથવા – એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃ સપ્તમીમાં હોય ૩૦. અથવા એક વાલુકાપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૩૧.
અથવા એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમામાં હોય અથવા – એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૩૩. અથવા – એક પંકપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૩૪. અથવા – એક ધૂમપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૩૫..
*ભગવન્‌ ! ચાર નૈરયિક નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઈત્યાદિ પૃચ્છા. ગાંગેય! તે ચારે રત્નપ્રભામાં હોય યાવત્‌ ચારે અધઃસપ્તમીમાં હોય ૭.
હવે દ્વિસંયોગી ભંગ – એક રત્નપ્રભામાં. ત્રણ શર્કરાપ્રભામાં હોય યાવત્‌ – અથવા – એક રત્નપ્રભામાં, ત્રણ અધઃસપ્તમીમાં હોય ૬. અથવા બે રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં હોય યાવત્‌ બે રત્નપ્રભામાં, બે અધઃસપ્તમીમાં હોય. ૧૨. અથવા ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં હોય યાવત્‌ અથવા ત્રણ રત્નપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૮ અથવા એક શર્કરાપ્રભામાં, ત્રણ વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે રત્નપ્રભા માફક શર્કરાપ્રભામાં પણ કહેવુ ૫. એ રીતે એક – એક સાથે યોગ કરી યાવત્‌ – અથવા – ત્રણ તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૮,૧૫,૧૨, ૯, ૬, ૩ – કુલ ૬૩ ભંગ થયા..
હવે ત્રિસંયોગી ભંગ – એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય. યાવત્‌ – અથવા – એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં યાવત્‌ બે અધઃસપ્તમીમાં હોય ૫..
અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૦. અથવા બે રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ યાવત્‌ બે રત્ન૦ એક શર્કરા૦ એક અધઃસપ્તમીમાં ૧૫. અથવા એક રત્ન૦ એક વાલુકા૦ બે પંક૦ યાવત્‌ એક રત્ન૦ એક વાલુકા૦ બે અધઃસપ્તમી૦ આ આલાવા મુજબ કહેવું યાવત્‌ બે ધૂમ૦ એક તમા, એક અધઃસપ્તમીમાં હોય ૧૦૫.
હવે ચતુ:સંયોગી ભંગ – અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય યાવત્‌ અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય. ૪. અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક ધૂમપ્રભામાં અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક અધઃસપ્તમીમાં હોય ૭. – અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૯. અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૦.
અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦માં હોય. યાવત્‌ – અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૩. – અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમામાં હોય – અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૫. – અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં ૧૬.
અથવા એક રત્ન૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય અથવા – એક રત્ન૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૮. અથવા – એક રત્ન૦ એક પંક૦ એક તમામાં એક અધઃસપ્તમીમાં હોય ૧૯ અથવા એક રત્ન૦ એક ધૂમ૦ એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૨૦. અથવા એક શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ પ્રભામાં હોય એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં ઉપરની પૃથ્વી સાથે કહ્યું તેમ શર્કરાપ્રભામાં જાણવુ યાવત્‌ એક શર્કરા૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય ૩૦. અથવા એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય
અથવા – એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૩૨. – અથવા એક વાલુકા૦ એક પંક૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય ૩૩. – અથવા – એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમા એક અધઃ સપ્તમીમાં હોય ૩૪. – અથવા એક પંક૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય ૩૫.
*ભગવન્‌ ! પાંચ નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? પૃચ્છા.
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય.(એ રીતે અસંયોગીના સાત ભંગ થાય). અથવા
હવે દ્વિસંયોગી ભંગ – એક રત્નપ્રભામાં, ચાર શર્કરાપ્રભામાં હોય યાવત્‌ – અથવા – એક રત્ન૦ ચાર અધઃસપ્તમીમાં હોય. – અથવા – બે રત્ન૦, ત્રણ શર્કરા૦માં હોય યાવત્‌ અથવા બે રત્ન૦ ત્રણ અધઃસપ્તમીમાં હોય – અથવા – ત્રણ રત્ન૦ બે શર્કરા૦ હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. – અથવા – ચાર રત્ન૦ એક શર્કરા૦ હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. – અથવા – એક શર્કરા૦ ચાર વાલુકા૦માં હોય એ પ્રમાણે રત્નપ્રભા સાથે ઉપરની પૃથ્વીનો સંયોગ કર્યો, તેમ શર્કરાપ્રભામાં કહેવો યાવત્‌ ચાર શર્કરા૦ એક અધઃસપ્તમીમાં હોય.આ પ્રમાણે એક – એક સાથે યોગ કરવો યાવત્‌ ચાર તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. અથવા
હવે ત્રિસંયોગી ભંગ – એક રત્ન૦ એક શર્કરા૦ ત્રણ વાલુકામાં હોય. એ રીતે યાવત્‌ અથવા એક રત્ન૦ એક શર્કરા૦ ત્રણ અધઃસપ્તમીમાં હોય. – અથવા – એક રત્ન૦ બે શર્કરા૦ બે વાલુકા૦ હોય, એ પ્રમાણે યાવત્‌ એક રત્ન૦ બે શર્કરા૦ બે અધઃસપ્તમીમાં હોય. – અથવા બે રત્ન૦, એક શર્કરા૦ બે વાલુકા૦માં હોય યાવત્‌ બે રત્ન૦ એક શર્કરા૦ બે અધઃસપ્તમીમાં હોય.
અથવા એક રત્ન૦ ત્રણ શર્કરા૦ એક વાલુકામાં હોય. એ પ્રમાણે યાવત્‌ અથવા એક રત્ન૦ ત્રણ શર્કરા૦ એક અધઃસપ્તમીમાં હોય – અથવા – બે રત્ન૦ બે શર્કરા૦ એક વાલુકા૦માં હોય એ પ્રમાણે યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. – અથવા ત્રણ રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ હોય એ પ્રમાણે યાવત્‌ અથવા ત્રણ રત્ન૦ એક શર્કરા૦ એક અધઃ સપ્તમીમાં હોય. – અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ ત્રણ પંક૦માં હોય. એ પ્રમાણે આ ક્રમથી ચતુષ્ક સંયોગોમાં કહ્યા મુજબ પાંચમાં પણ ત્રિકસંયોગ કહેવા. વિશેષ એ કે – એક અધિકનો સંયોગ કરવો જોઈએ. એ પ્રમાણે યાવત્‌ બે પંક૦ એક ધૂમ૦ એક તમઃ એક અધઃસપ્તમીમાં હોય. – અથવા –
હવે ચતુ:સંયોગી ભંગ – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ બે પંક૦ હોય. એ રીતે યાવત્‌ બે અધઃસપ્તમીમાં હોય. ૪. અથવા એક રત્ન૦ એક શર્કરા૦ બે વાલુકા૦ એક પંક૦ હોય, એ રીતે યાવત્‌ અધઃસપ્તમીમાં હોય ૮. અથવા એક રત્ન૦ બે શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦માં હોય, એ રીતે યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય ૧૨. અથવા બે રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦માં હોય એ રીતે યાવત્‌ એક અધઃસપ્તમી ૧૬. અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ બે ધૂમ૦માં હોય, એ રીતે જેમ ચાર ચતુષ્ક સંયોગ કહ્યા, તેમ પાંચમાં પણ ચતુષ્ક સંયોગ કહેવા.વિશેષ – એક સંયોગ અધિક કહેવો. એ રીતે યાવત્‌ બે પંક૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં.
હવે પાંચ સંયોગી ભંગ – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમપ્રભામાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક તમામાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક અધઃસપ્તમીમાં હોય ૩. અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમામાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૫.. એક શર્કરા, એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય. અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૭.
અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૮. અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક તમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૯. અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક ધૂમ૦ એક તમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૧૦. અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય. અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૧૨. અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૩. અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૪. અથવા એક રત્ન૦ એક પંક૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય ૧૫.
અથવા એક શર્કરા૦ એક વાલુકા યાવત્‌ એક તમામાં હોય અથવા – એક શર્કરા૦ યાવત્‌ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૧૭. અથવા – એક શર્કરા યાવત્‌ એક પંક, એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય. ૧૮. અથવા એક શર્કરા૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૯. અથવા – એક શર્કરા૦ એક પંક૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય ૨૦. અથવા – એક વાલુકાપ્રભામાં યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય ૨૧..
*ભગવન્‌ ! છ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? પૃચ્છા.
ગાંગેય! રત્નપ્રભામાં યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. ૭. અથવા એક રત્ન૦ પાંચ શર્કરા૦માં હોય યાવત્‌ અથવા – એક રત્ન૦ પાંચ અધઃસપ્તમી માં હોય અથવા – ત્રણ રત્ન૦ ત્રણ શર્કરા૦માં હોય. આ પ્રમાણે આ ક્રમથી જેમ પાંચના દ્વિકસંયોગો કહ્યા, તેમ છના પણ કહેવા. વિશેષ એ – એક ભંગ અધિક કહેવો યાવત્‌ અથવા – પાંચ તમા૦ એક અધઃસપ્તમીમાં હોય. અથવા – એક રત્ન૦ એક શર્કરા ચાર વાલુકા૦માં હોય. યાવત્‌ – અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ ચાર અધઃસપ્તમીમાં હોય. – અથવા – એક રત્ન૦ બે શર્કરા૦ ત્રણ વાલુકા૦માં હોય. એ રીતે આ ક્રમ વડે જેમ પાંચના ત્રિક સંયોગ કહ્યા, તેમ છ ના પણ કહેવા. વિશેષ આ – એક ભંગ અધિક કહેવો. બાકી પૂર્વવત્‌ ૩૪..
ચતુષ્ક સંયોગ પણ એ જ પ્રમાણે છે, પંચક સંયોગ પણ એમ જ છે. વિશેષ એ કે એક ભંગ અધિક કહેવો. યાવત્‌ છેલ્લો ભંગ બે વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમ૦ એક અધઃસપ્તમી હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ યાવત્‌ એક તમામાં હોય ૧. અથવા – એક રત્ન૦ યાવત્‌ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૨. અથવા – એક રત્ન૦ યાવત્‌ એક પંક૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ યાવત્‌ એક વાલુકા૦ એક ધૂમ૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક શર્કરાપ્રભામાં, એક વાલુકા – પ્રભામાં યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય ૭..
*ભગવન્‌ ! સાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા.
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય ૭. અથવા એક રત્ન૦ છ શર્કરા૦ હોય. એ રીતે આ ક્રમથી જેમ છ ના દ્વિકસંયોગમાં કહ્યું તેમ અહીં કહેવુ. વિશેષ એ કે – એક ભંગ અધિક સંયોજવો. બાકી પૂર્વવત્‌. ત્રિકસંયોગમાં, ચાર – પાંચ – છ સંયોગમાં જેમ છ ના કહ્યા, તેમ સાતના પણ કહેવા. વિશેષ એ – એક ભંગ અધિક કહેવો યાવત્‌ ષટ્‌કસંયોગ – અથવા – બે શર્કરા૦ એક વાલુકા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ યાવત્‌ એક અધઃ સપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! આઠ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. અથવા – એક રત્ન૦ સાત શર્કરા૦માં એ પ્રમાણે દ્વિક યાવત્‌ ષટ્‌ક સંયોગમાં જેમ સાતમાં કહ્યું તેમ આઠમાં પણ કહેવું. વિશેષ એ કે – એક – એક અધિક સંયોગ કરવો. બાકી પૂર્વવત્‌ યાવત્‌ ષટ્‌ક સંયોગ અથવા ત્રણ શર્કરા૦ એક વાલુકા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ યાવત્‌ એક તમા૦ બે અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ યાવત્‌ બે તમા૦ એક અધઃસપ્તમીમાં હોય. એ પ્રમાણે સંયોગ કરતા યાવત્‌ અથવા – બે રત્ન૦ એક શર્કરા૦ યાવત્‌ એક અધઃસપ્તમી.
*ભગવન્‌ ! નવ નૈરયિક નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. અથવા એક રત્ન૦ આઠ શર્કરા૦ હોય. એ પ્રમાણે દ્વિકસંયોગ યાવત્‌ સપ્તકસંયોગ, જેમ આઠમાં કહ્યો, તેમ નવમાં પણ કહેવો. વિશેષ એ – એક એક અધિક સંયોગ કરવો. બાકી પૂર્વવત્‌. છેલ્લો આલાવો અથવા ત્રણ રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય
*ભગવન્‌ ! દશ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃચ્છા. ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય ૭. – અથવા – એક રત્ન૦ નવ શર્કરા૦માં હોય. એ પ્રમાણે દ્વિકસંયોગમાં યાવત્‌ સપ્તસંયોગમાં જેમ નવમાં કહ્યું તેમ જાણવુ. વિશેષ આ – એક, એક સંયોગ અધિક કરવો. બાકી પૂર્વવત્‌. તેનો છેલ્લો આલાવો આ છે – અથવા – ચાર રત્ન૦ એક શર્કરા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! સંખ્યાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા, શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમી માં હોય ૭. અથવા – એક રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ હોય, એ પ્રમાણે યાવત્‌ અધઃસપ્તમી હોય.અથવા – બે રત્ન૦ સંખ્યાતા શર્કરા૦માં હોય. એ પ્રમાણે યાવત્‌ બે રત્ન૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય અથવા ત્રણ રત્ન૦ સંખ્યાતા શર્કરા૦માં હોય. એ પ્રમાણે આ ક્રમથી એક એકનો સંયોગ વધારતા યાવત્‌ અથવા દશ રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ હોય. એમ યાવત્‌ અથવા દશ રત્ન૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય
અથવા સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦માં હોય યાવત્‌ અથવા સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય. અથવા એક શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦માં હોય. એ રીતે રત્નપ્રભા માફક ઉપરની પૃથ્વી સાથે સંયોગ કરવો. એ રીતે એક એક પૃથ્વીનો ઉપર પૃથ્વી સાથે સંયોગ કરવો. યાવત્‌ અથવા સંખ્યાતા તમામાં, સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ સંખ્યાતા પંક૦ હોય. યાવત્‌ એક રત્ન૦ એક શર્કરા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
અથવા – એક રત્ન૦ બે શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. – અથવા – એક રત્ન૦ બે શર્કરા૦ સંખ્યાતા અધઃ સપ્તમીમાં હોય. અથવા – એક રત્ન૦ ત્રણ શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. એ પ્રમાણે આ ક્રમથી એક – એક સંયોગ વધારવો – અથવા – એક રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય યાવત્‌ અથવા એક રત્ન૦ સંખ્યાતા વાલુકા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય. અથવા – બે રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. યાવત્‌ અથવા બે રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય – અથવા – ત્રણ રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય.
એ પ્રમાણે આ ક્રમથી એક એક રત્નપ્રભા સાથે સંયોગ કરવા યાવત્‌ અથવા સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય યાવત્‌ અથવા સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય – અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ સંખ્યાતા પંક૦માં હોય. યાવત્‌ – અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય – અથવા – એક રત્ન૦ બે વાલુકા૦ સંખ્યાતા પંકપ્રભામાં હોય. એ પ્રમાણે આ ક્રમથી ત્રિક સંયોગ, ચતુષ્ક સંયોગ યાવત્‌ સપ્ત સંયોગ જેમ દશમામાં કહ્યો, તેમ કહેવો. છેલ્લો આલાવો સપ્તસંયોગે – અથવા – સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ યાવત્‌ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! અસંખ્યાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા.
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. અથવા – એક રત્ન૦ અસંખ્યાત શર્કરાપ્રભામાં હોય. એ રીતે દ્વિકસંયોગ યાવત્‌ સપ્તસંયોગ, સંખ્યાતની જેમ કહેવો. વિશેષ એ કે – અસંખ્યાત અધિક કહેવા. બાકી પૂર્વવત્‌. યાવત્‌ સપ્ત સંયોગનો છેલ્લો આલાવો અથવા – અસંખ્યાત રત્નપ્રભામાં, અસંખ્યાત શર્કરાપ્રભામાં યાવત્‌ અસંખ્યાત અધઃસપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! ઉત્કૃષ્ટથી નૈરયિક નૈરયિક પ્રવેશનકથી શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા.
ગાંગેય! બધાં રત્નપ્રભામાં હોય અથવા રત્નપ્રભા અને શર્કરાપ્રભામાં હોય અથવા રત્નપ્રભા અને વાલુકા – પ્રભા માં હોય યાવત્‌ – અથવા – રત્નપ્રભા અને અધઃસપ્તમીમાં હોય.
અથવા – રત્ન૦ શર્કરા૦ અને વાલુકા૦માં હોય. એ રીતે યાવત્‌ અથવા રત્ન૦ શર્કરા૦ અને અધઃસપ્તમી માં હોય ૫. અથવા – રત્ન૦ વાલુકા૦ પંક૦માં હોયયાવત્‌ અથવા રત્ન૦ વાલુકા૦ અધઃસપ્તમીમાં હોય ૪. અથવા – રત્ન૦ પંક૦ ધૂમ૦માં હોય. એ પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વિના જેમ ત્રણના ત્રિકસંયોગ કહ્યા તેમ કહેવા યાવત્‌ અથવા – રત્ન૦ તમા૦ અધઃસપ્તમીમાં હોય ૧૫. અથવા – રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ પંક૦માં હોય અથવા – રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ ધૂમ૦માં હોય. યાવત્‌ અથવા – રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ અધઃસપ્તમીમાં હોય ૪..
અથવા – રત્ન૦ શર્કરા૦ પંક૦ ધૂમ૦ હોય. એ પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વિના જેમ ચારનો ચતુષ્કસંયોગ કહ્યો તેમ કહેવું. યાવત્‌ – અથવા – રત્ન૦ ધૂમ૦ તમા૦ અધઃસપ્તમીમાં હોય.
અથવા રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ પંક૦ ધૂમપ્રભામાં હોય અથવા – રત્ન૦ યાવત્‌ પંક૦ તમામાં હોય અથવા રત્ન૦ યાવત્‌ પંક૦ અધઃસપ્તમીમાં હોય. અથવા રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ ધૂમ૦ તમા૦માં હોય. એમ રત્નપ્રભાને છોડ્યા વિના જેમ પાંચના પંચકસંયોગ કહ્યો તેમ કહેવું. યાવત્‌ રત્નપ્રભા પંકપ્રભા યાવત્‌ અધઃસપ્તમીમાં હોય
અથવા રત્ન૦ શર્કરા૦ યાવત્‌ ધૂમપ્રભા અને તમામાં હોય અથવા – રત્ન૦ યાવત્‌ ધૂમ૦ અધઃસપ્તમીમાં હોય. અથવા – રત્ન૦ શર્કરા૦ યાવત્‌ પંક૦ તમા. અધઃસપ્તમીમાં હોય – અથવા – રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ ધૂમ૦ તમા૦ અધઃસપ્તમીમાં હોય. અથવા – રત્ન૦ શર્કરા૦ પંક૦ યાવત્‌ અધઃ સપ્તમીમાં હોયઅથવા – રત્ન૦ વાલુકા૦ યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. – અથવા – રત્ન૦ શર્કરા૦ યાવત્‌ અધઃસપ્તમીમાં ૭..
૦ ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક, શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક પ્રવેશનકના કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે?
ગાંગેય! સૌથી થોડા અધઃસપ્તમીપૃથ્વી નૈરયિક પ્રવેશનક છે, તેનાથી તમ:પ્રભા પૃથ્વી નૈરયિક પ્રવશેનક અસંખ્યાતગણા છે એ રીતે ઉલટા ક્રમમાં યાવત્‌ રત્નપ્રભા પૃથ્વી નૈરયિક અસંખ્યાતગણા છે.

Translations (2)

Commentaries (1)

Linked texts (1)