Pramāṇa · Search · About · API

Viyahapannatti 9.32: Uddeśaka 32: gāṃgeya

Viyāhapannatti: Gujarati translation (Dīparatnasāgara, 2020) 9.32

Language
Gujarati

Uddeśaka 32: gāṃgeya

9.32.451

તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું (વર્ણન ઉવાવાઈ સૂત્રાનુસાર જાણવું). દૂતિપલાશ ચૈત્ય હતું, ભગવંત મહાવીર સ્વામી પધાર્યા. ધર્મશ્રવણ માટે પર્ષદા નીકળી, ભગવંતેધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે પાર્શ્વાપત્યીય ગાંગેય નામે અણગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીર ન દૂર – ન નીકટ રહીને ભગવંતને આમ કહ્યું –
ભગવન્‌ ! નૈરયિકો સ – અંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય ! નૈરયિકો સ – અંતર ઉપજે, નિરંતર પણ ઉપજે.
ભગવન્‌ ! અસુરકુમારો સ – અંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય ! અસુરકુમારો સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે. એ પ્રમાણે સ્તનિતકુમાર પર્યન્ત કહેવું.
ભગવન્‌ ! પૃથ્વીકાયિક સાંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય ! પૃથ્વીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે છે. એ પ્રમાણે યાવત્‌ વનસ્પતિકાયિક જીવો સુધી કહેવું. બેઇન્દ્રિયોથી વૈમાનિક સુધી નૈરયિક સમાન જાણવું.

9.32.452

ભગવન્‌ ! નૈરયિકો સાંતર ઉદ્‌વર્તે(મરે)કે નિરંતર ? ગાંગેય ! નૈરયિકો સાંતર ઉદ્‌વર્તે, નિરંતર પણ ઉદ્‌વર્તે. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું.
ભગવન્‌ ! પૃથ્વીકાયિક સાંતર ઉદ્‌વર્તે(મરે)કે નિરંતર ?. ગાંગેય ! પૃથ્વીકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે. એ પ્રમાણે યાવત્‌ વનસ્પતિકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે.
ભગવન્‌ ! બેઇન્દ્રિયો સાંતર ઉદ્વર્તે કે નિરંતર ? ગાંગેય ! બેઇન્દ્રિયો સાંતર પણ ઉદ્વર્તે નિરંતર પણ. એ પ્રમાણે વ્યંતર સુધી કહેવું. ભગવન્‌ ! જ્યોતિષ્કો સાંતર ચ્યવે, પૃચ્છા. ગાંગેય! બંને. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.

9.32.453

ભગવન્‌ ! પ્રવેશનક(ઉત્પત્તિ) કેટલા ભેદે છે ? ગાંગેય ! પ્રવેશનકના ચાર ભેદ છે. તે આ – નૈરયિક પ્રવેશનક, તિર્યંચયોનિક પ્રવેશનક, મનુષ્ય પ્રવેશનક અને દેવ – પ્રવેશનક.
ભગવન્‌ ! નૈરયિક પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય ! સાત ભેદે. તે આ – રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક – પ્રવેશનક.
ભગવન્‌ ! એક નૈરયિક જીવ, નૈરયિકપ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભા પૃથ્વીમાં હોય, શર્કરાપ્રભા પૃથ્વીમાં યાવત્‌ અધઃ સપ્તમીમાં હોય ? ગાંગેય ! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! બે નૈરયિક જીવો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે કે યાવત્‌ અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય ? ગાંગેય ! ૧. બંને જીવ રત્નપ્રભામાં હોય યાવત્‌ ૭. બંને જીવ અધઃસપ્તમીમાં હોય,
અથવા દ્વિ સંયોગીભંગ કહીએ તો
૧.એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં હોય – અથવા – ૨.એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ ૬. એક રત્નપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય.
અથવા – ૭. એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ અથવા ૧૧. એક શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય.
અથવા – ૧૨.એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં હોય યાવત્‌ અથવા ૧૫.એક વાલુકાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય. આ પ્રમાણે એક – એક પૃથ્વીને છોડતા યાવત્‌ અથવા એક ૨૧. તમામાં અને એક અધઃસપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! ત્રણ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા તે ત્રણ નૈરયિક શું રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય ? ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. અથવા – એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં હોય યાવત્‌ અથવા એક રત્નપ્રભામાં, બે અધઃસપ્તમીમાં હોય ૬.. અથવા – બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં હોય યાવત્‌ અથવા બે રત્નપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૨.. અથવા એક શર્કરાપ્રભામાં, બે વાલુકાપ્રભામાં હોય યાવત્‌ અથવા – એક શર્કરાપ્રભામાં, બે અધઃસપ્તમીમાં હોય. ૧૭.
અથવા – બે શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ – અથવા – બે શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમી માં હોય ૨૨. એ પ્રમાણે જેમ શર્કરાપ્રભામાં કથન કર્યું તેમ સર્વે પૃથ્વીમાં કહેવું યાવત્‌ – અથવા – બે તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૪,૪,૩,૩,૨,૨,૧,૧ – કુલ ૪૨ ભંગ થાય.
અથવા (ત્રિસંયોગી ભંગ કરીએ તો)એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય – અથવા – એક રત્નપ્રભા, એક શર્કરાપ્રભા, એક પંકપ્રભામાં હોય, યાવત્‌ – અથવા – એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય. ૫
અથવા – એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં હોય. – અથવા – એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય. એ રીતે યાવત્‌ – અથવા – એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક અધઃ સપ્તમીમાં હોય ૯..
અથવા – એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય, યાવત્‌ – અથવા – એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૨.
અથવા – એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં, એક તમામાં હોય – અથવા – એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૪..
અથવા – એક રત્નપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. ૧૫. – અથવા – એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં હોય – અથવા એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય, યાવત્‌ – અથવા – એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૯..
અથવા – એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય યાવત્‌ એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૨૨. અથવા – એક શર્કરાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમામા હોય – અથવા – એક શર્કરાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૨૪. અથવા એક શર્કરાપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૨૫.
અથવા – એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમામા હોય અથવા – એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૨૮.
અથવા – એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમામા હોય અથવા – એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃ સપ્તમીમાં હોય ૩૦. અથવા એક વાલુકાપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૩૧.
અથવા એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમામાં હોય અથવા – એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૩૩. અથવા – એક પંકપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૩૪. અથવા – એક ધૂમપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૩૫..
*ભગવન્‌ ! ચાર નૈરયિક નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઈત્યાદિ પૃચ્છા. ગાંગેય! તે ચારે રત્નપ્રભામાં હોય યાવત્‌ ચારે અધઃસપ્તમીમાં હોય ૭.
હવે દ્વિસંયોગી ભંગ – એક રત્નપ્રભામાં. ત્રણ શર્કરાપ્રભામાં હોય યાવત્‌ – અથવા – એક રત્નપ્રભામાં, ત્રણ અધઃસપ્તમીમાં હોય ૬. અથવા બે રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં હોય યાવત્‌ બે રત્નપ્રભામાં, બે અધઃસપ્તમીમાં હોય. ૧૨. અથવા ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં હોય યાવત્‌ અથવા ત્રણ રત્નપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૮ અથવા એક શર્કરાપ્રભામાં, ત્રણ વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે રત્નપ્રભા માફક શર્કરાપ્રભામાં પણ કહેવુ ૫. એ રીતે એક – એક સાથે યોગ કરી યાવત્‌ – અથવા – ત્રણ તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૮,૧૫,૧૨, ૯, ૬, ૩ – કુલ ૬૩ ભંગ થયા..
હવે ત્રિસંયોગી ભંગ – એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય. યાવત્‌ – અથવા – એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં યાવત્‌ બે અધઃસપ્તમીમાં હોય ૫..
અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૦. અથવા બે રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ યાવત્‌ બે રત્ન૦ એક શર્કરા૦ એક અધઃસપ્તમીમાં ૧૫. અથવા એક રત્ન૦ એક વાલુકા૦ બે પંક૦ યાવત્‌ એક રત્ન૦ એક વાલુકા૦ બે અધઃસપ્તમી૦ આ આલાવા મુજબ કહેવું યાવત્‌ બે ધૂમ૦ એક તમા, એક અધઃસપ્તમીમાં હોય ૧૦૫.
હવે ચતુ:સંયોગી ભંગ – અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય યાવત્‌ અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય. ૪. અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક ધૂમપ્રભામાં અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક અધઃસપ્તમીમાં હોય ૭. – અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૯. અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૧૦.
અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦માં હોય. યાવત્‌ – અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૩. – અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમામાં હોય – અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૫. – અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં ૧૬.
અથવા એક રત્ન૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય અથવા – એક રત્ન૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૮. અથવા – એક રત્ન૦ એક પંક૦ એક તમામાં એક અધઃસપ્તમીમાં હોય ૧૯ અથવા એક રત્ન૦ એક ધૂમ૦ એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય ૨૦. અથવા એક શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ પ્રભામાં હોય એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં ઉપરની પૃથ્વી સાથે કહ્યું તેમ શર્કરાપ્રભામાં જાણવુ યાવત્‌ એક શર્કરા૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય ૩૦. અથવા એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય
અથવા – એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૩૨. – અથવા એક વાલુકા૦ એક પંક૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય ૩૩. – અથવા – એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમા એક અધઃ સપ્તમીમાં હોય ૩૪. – અથવા એક પંક૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય ૩૫.
*ભગવન્‌ ! પાંચ નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? પૃચ્છા.
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય.(એ રીતે અસંયોગીના સાત ભંગ થાય). અથવા
હવે દ્વિસંયોગી ભંગ – એક રત્નપ્રભામાં, ચાર શર્કરાપ્રભામાં હોય યાવત્‌ – અથવા – એક રત્ન૦ ચાર અધઃસપ્તમીમાં હોય. – અથવા – બે રત્ન૦, ત્રણ શર્કરા૦માં હોય યાવત્‌ અથવા બે રત્ન૦ ત્રણ અધઃસપ્તમીમાં હોય – અથવા – ત્રણ રત્ન૦ બે શર્કરા૦ હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. – અથવા – ચાર રત્ન૦ એક શર્કરા૦ હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. – અથવા – એક શર્કરા૦ ચાર વાલુકા૦માં હોય એ પ્રમાણે રત્નપ્રભા સાથે ઉપરની પૃથ્વીનો સંયોગ કર્યો, તેમ શર્કરાપ્રભામાં કહેવો યાવત્‌ ચાર શર્કરા૦ એક અધઃસપ્તમીમાં હોય.આ પ્રમાણે એક – એક સાથે યોગ કરવો યાવત્‌ ચાર તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. અથવા
હવે ત્રિસંયોગી ભંગ – એક રત્ન૦ એક શર્કરા૦ ત્રણ વાલુકામાં હોય. એ રીતે યાવત્‌ અથવા એક રત્ન૦ એક શર્કરા૦ ત્રણ અધઃસપ્તમીમાં હોય. – અથવા – એક રત્ન૦ બે શર્કરા૦ બે વાલુકા૦ હોય, એ પ્રમાણે યાવત્‌ એક રત્ન૦ બે શર્કરા૦ બે અધઃસપ્તમીમાં હોય. – અથવા બે રત્ન૦, એક શર્કરા૦ બે વાલુકા૦માં હોય યાવત્‌ બે રત્ન૦ એક શર્કરા૦ બે અધઃસપ્તમીમાં હોય.
અથવા એક રત્ન૦ ત્રણ શર્કરા૦ એક વાલુકામાં હોય. એ પ્રમાણે યાવત્‌ અથવા એક રત્ન૦ ત્રણ શર્કરા૦ એક અધઃસપ્તમીમાં હોય – અથવા – બે રત્ન૦ બે શર્કરા૦ એક વાલુકા૦માં હોય એ પ્રમાણે યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. – અથવા ત્રણ રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ હોય એ પ્રમાણે યાવત્‌ અથવા ત્રણ રત્ન૦ એક શર્કરા૦ એક અધઃ સપ્તમીમાં હોય. – અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ ત્રણ પંક૦માં હોય. એ પ્રમાણે આ ક્રમથી ચતુષ્ક સંયોગોમાં કહ્યા મુજબ પાંચમાં પણ ત્રિકસંયોગ કહેવા. વિશેષ એ કે – એક અધિકનો સંયોગ કરવો જોઈએ. એ પ્રમાણે યાવત્‌ બે પંક૦ એક ધૂમ૦ એક તમઃ એક અધઃસપ્તમીમાં હોય. – અથવા –
હવે ચતુ:સંયોગી ભંગ – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ બે પંક૦ હોય. એ રીતે યાવત્‌ બે અધઃસપ્તમીમાં હોય. ૪. અથવા એક રત્ન૦ એક શર્કરા૦ બે વાલુકા૦ એક પંક૦ હોય, એ રીતે યાવત્‌ અધઃસપ્તમીમાં હોય ૮. અથવા એક રત્ન૦ બે શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦માં હોય, એ રીતે યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય ૧૨. અથવા બે રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦માં હોય એ રીતે યાવત્‌ એક અધઃસપ્તમી ૧૬. અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ બે ધૂમ૦માં હોય, એ રીતે જેમ ચાર ચતુષ્ક સંયોગ કહ્યા, તેમ પાંચમાં પણ ચતુષ્ક સંયોગ કહેવા.વિશેષ – એક સંયોગ અધિક કહેવો. એ રીતે યાવત્‌ બે પંક૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં.
હવે પાંચ સંયોગી ભંગ – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમપ્રભામાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક તમામાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક અધઃસપ્તમીમાં હોય ૩. અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમામાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૫.. એક શર્કરા, એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય. અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૭.
અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૮. અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક તમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૯. અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક ધૂમ૦ એક તમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૧૦. અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય. અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૧૨. અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૩. અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૪. અથવા એક રત્ન૦ એક પંક૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય ૧૫.
અથવા એક શર્કરા૦ એક વાલુકા યાવત્‌ એક તમામાં હોય અથવા – એક શર્કરા૦ યાવત્‌ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. ૧૭. અથવા – એક શર્કરા યાવત્‌ એક પંક, એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય. ૧૮. અથવા એક શર્કરા૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય ૧૯. અથવા – એક શર્કરા૦ એક પંક૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય ૨૦. અથવા – એક વાલુકાપ્રભામાં યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય ૨૧..
*ભગવન્‌ ! છ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? પૃચ્છા.
ગાંગેય! રત્નપ્રભામાં યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. ૭. અથવા એક રત્ન૦ પાંચ શર્કરા૦માં હોય યાવત્‌ અથવા – એક રત્ન૦ પાંચ અધઃસપ્તમી માં હોય અથવા – ત્રણ રત્ન૦ ત્રણ શર્કરા૦માં હોય. આ પ્રમાણે આ ક્રમથી જેમ પાંચના દ્વિકસંયોગો કહ્યા, તેમ છના પણ કહેવા. વિશેષ એ – એક ભંગ અધિક કહેવો યાવત્‌ અથવા – પાંચ તમા૦ એક અધઃસપ્તમીમાં હોય. અથવા – એક રત્ન૦ એક શર્કરા ચાર વાલુકા૦માં હોય. યાવત્‌ – અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ ચાર અધઃસપ્તમીમાં હોય. – અથવા – એક રત્ન૦ બે શર્કરા૦ ત્રણ વાલુકા૦માં હોય. એ રીતે આ ક્રમ વડે જેમ પાંચના ત્રિક સંયોગ કહ્યા, તેમ છ ના પણ કહેવા. વિશેષ આ – એક ભંગ અધિક કહેવો. બાકી પૂર્વવત્‌ ૩૪..
ચતુષ્ક સંયોગ પણ એ જ પ્રમાણે છે, પંચક સંયોગ પણ એમ જ છે. વિશેષ એ કે એક ભંગ અધિક કહેવો. યાવત્‌ છેલ્લો ભંગ બે વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમ૦ એક અધઃસપ્તમી હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ યાવત્‌ એક તમામાં હોય ૧. અથવા – એક રત્ન૦ યાવત્‌ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય ૨. અથવા – એક રત્ન૦ યાવત્‌ એક પંક૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ યાવત્‌ એક વાલુકા૦ એક ધૂમ૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક શર્કરાપ્રભામાં, એક વાલુકા – પ્રભામાં યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય ૭..
*ભગવન્‌ ! સાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા.
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય ૭. અથવા એક રત્ન૦ છ શર્કરા૦ હોય. એ રીતે આ ક્રમથી જેમ છ ના દ્વિકસંયોગમાં કહ્યું તેમ અહીં કહેવુ. વિશેષ એ કે – એક ભંગ અધિક સંયોજવો. બાકી પૂર્વવત્‌. ત્રિકસંયોગમાં, ચાર – પાંચ – છ સંયોગમાં જેમ છ ના કહ્યા, તેમ સાતના પણ કહેવા. વિશેષ એ – એક ભંગ અધિક કહેવો યાવત્‌ ષટ્‌કસંયોગ – અથવા – બે શર્કરા૦ એક વાલુકા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ યાવત્‌ એક અધઃ સપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! આઠ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. અથવા – એક રત્ન૦ સાત શર્કરા૦માં એ પ્રમાણે દ્વિક યાવત્‌ ષટ્‌ક સંયોગમાં જેમ સાતમાં કહ્યું તેમ આઠમાં પણ કહેવું. વિશેષ એ કે – એક – એક અધિક સંયોગ કરવો. બાકી પૂર્વવત્‌ યાવત્‌ ષટ્‌ક સંયોગ અથવા ત્રણ શર્કરા૦ એક વાલુકા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ યાવત્‌ એક તમા૦ બે અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ યાવત્‌ બે તમા૦ એક અધઃસપ્તમીમાં હોય. એ પ્રમાણે સંયોગ કરતા યાવત્‌ અથવા – બે રત્ન૦ એક શર્કરા૦ યાવત્‌ એક અધઃસપ્તમી.
*ભગવન્‌ ! નવ નૈરયિક નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. અથવા એક રત્ન૦ આઠ શર્કરા૦ હોય. એ પ્રમાણે દ્વિકસંયોગ યાવત્‌ સપ્તકસંયોગ, જેમ આઠમાં કહ્યો, તેમ નવમાં પણ કહેવો. વિશેષ એ – એક એક અધિક સંયોગ કરવો. બાકી પૂર્વવત્‌. છેલ્લો આલાવો અથવા ત્રણ રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય
*ભગવન્‌ ! દશ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃચ્છા. ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય ૭. – અથવા – એક રત્ન૦ નવ શર્કરા૦માં હોય. એ પ્રમાણે દ્વિકસંયોગમાં યાવત્‌ સપ્તસંયોગમાં જેમ નવમાં કહ્યું તેમ જાણવુ. વિશેષ આ – એક, એક સંયોગ અધિક કરવો. બાકી પૂર્વવત્‌. તેનો છેલ્લો આલાવો આ છે – અથવા – ચાર રત્ન૦ એક શર્કરા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! સંખ્યાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા, શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમી માં હોય ૭. અથવા – એક રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ હોય, એ પ્રમાણે યાવત્‌ અધઃસપ્તમી હોય.અથવા – બે રત્ન૦ સંખ્યાતા શર્કરા૦માં હોય. એ પ્રમાણે યાવત્‌ બે રત્ન૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય અથવા ત્રણ રત્ન૦ સંખ્યાતા શર્કરા૦માં હોય. એ પ્રમાણે આ ક્રમથી એક એકનો સંયોગ વધારતા યાવત્‌ અથવા દશ રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ હોય. એમ યાવત્‌ અથવા દશ રત્ન૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય
અથવા સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦માં હોય યાવત્‌ અથવા સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય. અથવા એક શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦માં હોય. એ રીતે રત્નપ્રભા માફક ઉપરની પૃથ્વી સાથે સંયોગ કરવો. એ રીતે એક એક પૃથ્વીનો ઉપર પૃથ્વી સાથે સંયોગ કરવો. યાવત્‌ અથવા સંખ્યાતા તમામાં, સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. અથવા – એક રત્ન૦ એક શર્કરા૦ સંખ્યાતા પંક૦ હોય. યાવત્‌ એક રત્ન૦ એક શર્કરા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
અથવા – એક રત્ન૦ બે શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. – અથવા – એક રત્ન૦ બે શર્કરા૦ સંખ્યાતા અધઃ સપ્તમીમાં હોય. અથવા – એક રત્ન૦ ત્રણ શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. એ પ્રમાણે આ ક્રમથી એક – એક સંયોગ વધારવો – અથવા – એક રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય યાવત્‌ અથવા એક રત્ન૦ સંખ્યાતા વાલુકા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય. અથવા – બે રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. યાવત્‌ અથવા બે રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય – અથવા – ત્રણ રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય.
એ પ્રમાણે આ ક્રમથી એક એક રત્નપ્રભા સાથે સંયોગ કરવા યાવત્‌ અથવા સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય યાવત્‌ અથવા સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય – અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ સંખ્યાતા પંક૦માં હોય. યાવત્‌ – અથવા – એક રત્ન૦ એક વાલુકા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય – અથવા – એક રત્ન૦ બે વાલુકા૦ સંખ્યાતા પંકપ્રભામાં હોય. એ પ્રમાણે આ ક્રમથી ત્રિક સંયોગ, ચતુષ્ક સંયોગ યાવત્‌ સપ્ત સંયોગ જેમ દશમામાં કહ્યો, તેમ કહેવો. છેલ્લો આલાવો સપ્તસંયોગે – અથવા – સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ યાવત્‌ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! અસંખ્યાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા.
ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. અથવા – એક રત્ન૦ અસંખ્યાત શર્કરાપ્રભામાં હોય. એ રીતે દ્વિકસંયોગ યાવત્‌ સપ્તસંયોગ, સંખ્યાતની જેમ કહેવો. વિશેષ એ કે – અસંખ્યાત અધિક કહેવા. બાકી પૂર્વવત્‌. યાવત્‌ સપ્ત સંયોગનો છેલ્લો આલાવો અથવા – અસંખ્યાત રત્નપ્રભામાં, અસંખ્યાત શર્કરાપ્રભામાં યાવત્‌ અસંખ્યાત અધઃસપ્તમીમાં હોય.
*ભગવન્‌ ! ઉત્કૃષ્ટથી નૈરયિક નૈરયિક પ્રવેશનકથી શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ પૃચ્છા.
ગાંગેય! બધાં રત્નપ્રભામાં હોય અથવા રત્નપ્રભા અને શર્કરાપ્રભામાં હોય અથવા રત્નપ્રભા અને વાલુકા – પ્રભા માં હોય યાવત્‌ – અથવા – રત્નપ્રભા અને અધઃસપ્તમીમાં હોય.
અથવા – રત્ન૦ શર્કરા૦ અને વાલુકા૦માં હોય. એ રીતે યાવત્‌ અથવા રત્ન૦ શર્કરા૦ અને અધઃસપ્તમી માં હોય ૫. અથવા – રત્ન૦ વાલુકા૦ પંક૦માં હોયયાવત્‌ અથવા રત્ન૦ વાલુકા૦ અધઃસપ્તમીમાં હોય ૪. અથવા – રત્ન૦ પંક૦ ધૂમ૦માં હોય. એ પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વિના જેમ ત્રણના ત્રિકસંયોગ કહ્યા તેમ કહેવા યાવત્‌ અથવા – રત્ન૦ તમા૦ અધઃસપ્તમીમાં હોય ૧૫. અથવા – રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ પંક૦માં હોય અથવા – રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ ધૂમ૦માં હોય. યાવત્‌ અથવા – રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ અધઃસપ્તમીમાં હોય ૪..
અથવા – રત્ન૦ શર્કરા૦ પંક૦ ધૂમ૦ હોય. એ પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વિના જેમ ચારનો ચતુષ્કસંયોગ કહ્યો તેમ કહેવું. યાવત્‌ – અથવા – રત્ન૦ ધૂમ૦ તમા૦ અધઃસપ્તમીમાં હોય.
અથવા રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ પંક૦ ધૂમપ્રભામાં હોય અથવા – રત્ન૦ યાવત્‌ પંક૦ તમામાં હોય અથવા રત્ન૦ યાવત્‌ પંક૦ અધઃસપ્તમીમાં હોય. અથવા રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ ધૂમ૦ તમા૦માં હોય. એમ રત્નપ્રભાને છોડ્યા વિના જેમ પાંચના પંચકસંયોગ કહ્યો તેમ કહેવું. યાવત્‌ રત્નપ્રભા પંકપ્રભા યાવત્‌ અધઃસપ્તમીમાં હોય
અથવા રત્ન૦ શર્કરા૦ યાવત્‌ ધૂમપ્રભા અને તમામાં હોય અથવા – રત્ન૦ યાવત્‌ ધૂમ૦ અધઃસપ્તમીમાં હોય. અથવા – રત્ન૦ શર્કરા૦ યાવત્‌ પંક૦ તમા. અધઃસપ્તમીમાં હોય – અથવા – રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ ધૂમ૦ તમા૦ અધઃસપ્તમીમાં હોય. અથવા – રત્ન૦ શર્કરા૦ પંક૦ યાવત્‌ અધઃ સપ્તમીમાં હોયઅથવા – રત્ન૦ વાલુકા૦ યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. – અથવા – રત્ન૦ શર્કરા૦ યાવત્‌ અધઃસપ્તમીમાં ૭..
૦ ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક, શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક પ્રવેશનકના કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે?
ગાંગેય! સૌથી થોડા અધઃસપ્તમીપૃથ્વી નૈરયિક પ્રવેશનક છે, તેનાથી તમ:પ્રભા પૃથ્વી નૈરયિક પ્રવશેનક અસંખ્યાતગણા છે એ રીતે ઉલટા ક્રમમાં યાવત્‌ રત્નપ્રભા પૃથ્વી નૈરયિક અસંખ્યાતગણા છે.

9.32.454

ભગવન્‌ ! તિર્યંચયોનિક પ્રવેશનક (ઉત્પત્તિ)કેટલા ભેદે છે ? ગાંગેય ! પાંચ ભેદે છે. તે આ – એકેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક યાવત્‌ પંચેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક.
ભગવન્‌ ! એક તિર્યંચયોનિક, તિર્યંચ પ્રવેશનકથી પ્રવેશતા શું એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય કે યાવત્ પંચેન્દ્રિય માં ઉત્પન્ન થાય ? ગાંગેય ! એકેન્દ્રિયમાં થાય યાવત્‌ પંચેન્દ્રિયમાં પણ થાય.
ભગવન્‌ ! બે તિર્યંચયોનિકની પૃચ્છા. ગાંગેય! એકેન્દ્રિય યાવત્‌ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. અથવા એક એકેન્દ્રિયમાં હોય, એક બેઇન્દ્રિયમાં હોય, એ રીતે જેમ નૈરયિક પ્રવેશનકમાં કહ્યું, તેમ તિર્યંચયોનિક પ્રવેશનકમાં પણ કહેવું. અસંખ્યાતા સુધી તે પ્રમાણે જાણવું.
ભગવન્‌ ! ઉત્કૃષ્ટા તિર્યંચયોનિકની પૃચ્છા. ગાંગેય! બધા જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અથવા એકેન્દ્રિયમાં અને બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય. એ રીતે જેમ નૈરયિકમાં કથન કર્યું, તેમ તિર્યંચયોનિકમાં પણ બધું જ કહેવું. એકેન્દ્રિયોની સાથે દ્વિક સંયોગ, ત્રિકસંયોગ, ચતુષ્કસંયોગ, પંચસંયોગ ઉપયોગપૂર્વક કહેવા. યાવત્‌ અથવા એકેન્દ્રિયમાં, બેઇન્દ્રિયમાં યાવત્‌ પંચેન્દ્રિયમાં હોય.
ભગવન્‌ ! આ એકેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક યાવત્‌ પંચેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગાંગેય! સૌથી થોડા પંચેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક છે. ચઉરિન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક તેનાથી વિશેષાધિક છે. તેઇન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક તેનાથી વિશેષાધિક, બેઇન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક તેનાથી વિશેષાધિક, તેનાથી એકેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક વિશેષાધિક છે.

9.32.455

ભગવન્‌ ! મનુષ્ય પ્રવેશનક (ઉત્પતિ)કેટલા ભેદે છે ? ગાંગેય ! બે ભેદે છે – સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય પ્રવેશનક
ભગવન્‌ ! એક મનુષ્ય, મનુષ્ય પ્રવેશનકથી પ્રવેશતો શું સંમૂર્ચ્છિમ મનુષ્યમાં હોય, ગર્ભવ્યુત્ક્રાંતિકમાં મનુષ્યમાં હોય ? ગાંગેય! સંમૂર્ચ્છિમમાં હોય કે ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય ?
ભગવન્‌ ! બે મનુષ્યોની પૃચ્છા. ગાંગેય! સંમૂર્ચ્છિમમાં હોય કે ગર્ભ વ્યુત્ક્રાંતિકમાં હોય – અથવા – એક સંમૂર્ચ્છિમમાં હોય, એક ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય. એ પ્રમાણે આ ક્રમથી નૈરયિક પ્રવેશનક માફક, મનુષ્ય પ્રવેશનક પણ દશ સુધી કહેવો.
ભગવન્‌ ! સંખ્યાતા મનુષ્યોની પૃચ્છા. ગાંગેય! સંમૂર્ચ્છિમમાં પણ હોય, ગર્ભવ્યુત્ક્રાંતિકમાં પણ હોય. અથવા – એક સંમૂર્ચ્છિમમાં, સંખ્યાતા ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય અથવા – બે સંમૂર્ચ્છિમમાં, સંખ્યાતા ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય. આ રીતે એક – એકને વધારતા યાવત્‌ અથવા – સંખ્યાતા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં હોય, સંખ્યાતા ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોમાં હોય.
ભગવન્‌ ! અસંખ્યાતા મનુષ્યો ? ગાંગેય ! બધા જ સંમૂર્ચ્છિમમાં હોય. અથવા – અસંખ્યાતા સંમૂર્ચ્છિમમાં, એક ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય અથવા – અસંખ્યાતા સંમૂર્ચ્છિમમાં, બે ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય, એ પ્રમાણે યાવત્‌ અસંખ્યાતા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં, સંખ્યાતા ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય.
ભગવન્‌ ! ઉત્કૃષ્ટા મનુષ્ય મનુષ્ય પ્રવેશનકથી પ્રવેશતો શું સંમૂર્ચ્છિમ મનુષ્યમાં હોય, ગર્ભવ્યુત્ક્રાંતિકમાં મનુષ્યમાં હોય ? ગાંગેય ! તે બધા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં હોય અથવા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં અને, ગર્ભ – વ્યુત્ક્રાંતિક મનુષ્યોમાં હોય.
ભગવન્‌ ! આ સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગાંગેય! સૌથી થોડા ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય પ્રવેશનક છે તેનાથી સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક અસંખ્યાતા હોય છે.

9.32.456

ભગવન્‌ ! દેવ પ્રવેશનક(ઉત્પત્તિ) કેટલા ભેદે છે ? ગાંગેય! ચાર ભેદે છે – ભવનવાસી દેવ પ્રવેશનક, વ્યંતર દેવ પ્રવેશનક, જ્યોતિષ્ક દેવ પ્રવેશનક, વૈમાનિક દેવ પ્રવેશનક.
ભગવન્‌ ! એક જીવ દેવ પ્રવેશનકથી પ્રવેશતા શું ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય,, વ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય, જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થાય કે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય ? ગાંગેય ! તે ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય યાવત્ વૈમાનિકમાં દેવોમાં પણ ઉત્પન્ન થાય.
ભગવન્‌ ! બે દેવ, દેવ પ્રવેશનકમાં પૃચ્છા. ગાંગેય ! ભવનવાસીમાં, વ્યંતરમાં, જ્યોતિષ્કમાં કે વૈમાનિકમાં ઉત્પન્ન થાય અથવા એક ભવનવાસીમાં, એક વ્યંતરમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે તિર્યંચયોનિક પ્રવેશનક માફક અહીં કહેવું યાવત્‌ અસંખ્યાત દેવ પ્રવેશનક સુધી કહેવું.
ભગવન્‌ ! દેવના ઉત્કૃષ્ટા પ્રવેશનક(ઉત્પત્તિ)અંગે પૃચ્છા ? ગાંગેય ! બધા જ જ્યોતિષ્કમાં હોય – અથવા – જ્યોતિષ્ક, ભવનવાસીમાં હોય – અથવા – જ્યોતિષ્ક, વ્યંતરમાં હોય, અથવા જ્યોતિષ્ક, વૈમાનિકમાં હોય – અથવા – જ્યોતિષ્ક, વ્યંતર, વૈમાનિકમાં હોય અથવા જ્યોતિષ્ક, ભવનવાસી, વ્યંતરમાં હોય અથવા જ્યોતિષ્ક, ભવનવાસી, વૈમાનિકમાં હોય અથવા જ્યોતિષ્ક, ભવનવાસી, વ્યંતર, અને વૈમાનિકમાં હોય.
ભગવન્‌ ! આ ભવનવાસી દેવ પ્રવેશનક, વ્યંતર દેવ પ્રવેશનક, જ્યોતિષ્ક દેવ પ્રવેશનક, વૈમાનિક દેવ પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગાંગેય ! સૌથી થોડા વૈમાનિક દેવ પ્રવેશનક છે, ભવનવાસી દેવ પ્રવેશનક તેનાથી અસંખ્યાતગણા, વ્યંતર દેવ પ્રવેશનક તેનાથી અસંખ્યાતગણા, જ્યોતિષ્ક દેવ પ્રવેશનક તેનાથી સંખ્યાતગણા છે.

9.32.457

ભગવન્‌ ! આ નૈરયિક પ્રવેશનક તિર્યંચ પ્રવેશનક મનુષ્ય પ્રવેશનક અને દેવ પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે ? ગાંગેય! સૌથી થોડા મનુષ્ય પ્રવેશનક છે, તેનાથી, નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગણા છે, દેવ પ્રવેશનક તેનાથી અસંખ્યાતગણા છે, તિર્યંચયોનિક પ્રવેશનક તેનાથી અસંખ્યાતગણા છે.

9.32.458

ભગવન્‌ ! નૈરયિકો સાંતર ઉત્પન્ન થાય કે નિરંતર ? અસુરકુમાર સાંતર ઉપજે કે નિરંતર ? યાવત્‌ વૈમાનિક સાંતર ઉપજે કે નિરંતર? નૈરયિક સાંતર ઉદ્વર્તે કે નિરંતર ? યાવત્‌ વ્યંતર સાંતર ઉદ્વર્તે કે નિરંતર ? જ્યોતિષ્કો સાંતર ચ્યવે કે નિરંતર ? વૈમાનિકો સાંતર ચ્યવે કે નિરંતર ?
ગાંગેય ! નૈરયિક સાંતર પણ ઉપજે, નિરંતર પણ. યાવત્‌ સ્તનિતકુમાર સાંતર પણ ઉપજે નિરંતર પણ.
પૃથ્વીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે. એ પ્રમાણે યાવત્‌ વનસ્પતિકાયિક સુધી કહેવું. બાકીના વૈમાનિક સુધીના જીવો નૈરયિકની સમાન સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે.
નૈરયિકો સાંતર પણ ઉદ્વર્તે, નિરંતર પણ ઉદ્વર્તે. એ રીતે સ્તનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિક જીવો સાંતર ન ઉદ્વર્તે, નિરંતર ઉદ્વર્તે. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. બાકીના નૈરયિકવત્‌ છે. વિશેષ એ કે – જ્યોતિષ્ક, વૈમાનિકમાં ઉદ્વર્તેને બદલે ચ્યવે છે, એમ કહેવું. યાવત્‌ વૈમાનિક સાંતર પણ ચ્યાવે અને નિરંતર પણ ચ્યવે.
ભગવન્‌ ! નૈરયિકો, સત્‌ (નરકાયુના ઉદયવાળા) ઉત્પન્ન થાય કે અસત્‌ (નરકાયુનો ઉદય ન થયો હોય તેવા) ઉત્પન્ન થાય ? ગાંગેય! નૈરયિકો સત્‌ ઉત્પન્ન થાય, અસત્‌ નહીં. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
ભગવન્‌ ! નૈરયિકો સત્‌ ઉદ્વર્તે કે અસત્‌ ? ગાંગેય ! સત્‌ નૈરયિક ઉદ્વર્તે, અસત્ નહીં. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે – જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો ચ્યવે છે, તેમ કહેવું.
ભગવન્‌ ! શું નૈરયિક જીવ, સત્‌ નૈરયિકોમાં (નૈરયિક ભાવયુક્ત નરક સ્થાનમાં) ઉપજે કે અસત્‌ નૈરયિકોમાં (નૈરયિક ભાવરહિત નરક સ્થાનમાં) ઉપજે છે ?
અસુરકુમાર દેવ સત્ અસુરકુમારોમાં ઉપજે કે અસત્‌ અસુરકુમારોમાં ઉપજે ? એ જ રીતે યાવત્‌ વૈમાનિક દેવ સત્‌ વૈમાનિકોમા ઉપજે કે અસત્‌ વૈમાનિકોમા ઉપજે ?
સત્‌ નૈરયિકોમાંથી ઉદ્વર્તે છે કે અસત્‌ નૈરયિકોમાંથી ઉદ્વર્તે ? સત્‌ અસુરકુમારોમાંથી ઉદ્વર્તે છે કે અસત્ અસુર કુમારોમાંથી ઉદ્વર્તે, યાવત્‌ સત્‌ વૈમાનિકોમાંથી ચ્યવે કે અસત્‌ વૈમાનિકોમાંથી ચ્યવે ?
ગાંગેય ! નૈરયિક જીવ, સત્‌ નૈરયિકોમાં ઉપજે અસત્‌ નૈરયિકોમાં નહીં. અસુરકુમારદેવ, સત્‌ અસુરકુમારમાં ઉપજે, અસત્‌ અસુરકુમારમાં નહીં. યાવત્‌ સત્‌ વૈમાનિકોમાં ઉપજે, અસત્‌ વૈમાનિક નહીં.
સત્‌ નૈરયિકોમાંથી ઉદ્વર્તે, અસત્‌ નૈરયિકોમાંથી નહીં યાવત્‌ વૈમાનિક, સત્‌ વૈમાનિકોમાંથી ચ્યવે, અસત્‌ વૈમાનિકોમાંથી ચ્યવતા નથી. ભગવન્‌ ! એમ કેમ કહ્યું કે સત્‌ નૈરયિકોમાંથી ઉપજે, અસત્‌ નૈરયિકોમાંથી નહીં યાવત્‌ સત્‌ વૈમાનિકોમાંથી ચ્યવે, અસત્‌ વૈમાનિકોમાંથી નહીં ?
ગાંગેય ! નિશ્ચિતપણે પુરુષાદાનીય પાર્શ્વ અરહંતે લોકને શાશ્વત, અનાદિ, અનંત કહ્યો છે, જેમ પાંચમાં શતકમાં કહ્યું તેમ જાણવું યાવત્‌ જે અવલોકાય તે લોક, તેથી ગાંગેય! એમ કહેવાય છે કે યાવત્‌ સત્‌ વૈમાનિકોમાંથી ચ્યવે છે, અસત્‌ વૈમાનિકોમાંથી ચ્યવતો નથી.
ભગવન્‌ ! આપ સ્વયં આ પ્રમાણે જાણો છો કે અસ્વયં જાણો છો ? સાંભળ્યા વિના જાણો છો કે સાંભળીને જાણો છો ? કે સત્‌ નૈરયિકો ઉપજે છે, અસત્‌ નહીં યાવત્‌ સત્‌ વૈમાનિકો ચ્યવે છે, અસત્‌ નહીં ?
ગાંગેય! આ હું સ્વયં જાણુ છું, અસ્વયં નહીં. સાંભળ્યા વિના આ જાણુ છું, સાંભળીને નહીં કે સત્‌ નૈરયિકો ઉપજે છે, અસત્‌ નહીં. યાવત્‌ સત્‌ વૈમાનિક ચ્યવે છે, અસત્‌ નહીં. ભગવન્‌ ! આમ કેમ કહો છો?
ગાંગેય ! કેવલજ્ઞાની પૂર્વમાં માર્યાદિત પણ જાણે છે, અમર્યાદિત પણ જાણે છે. એ જ રીતે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર આડી દિશામાં પણ જાણે છે. એ પ્રમાણે સંપૂર્ણ કથન જેમ શતક – ૬ ‘શબ્દ ઉદ્દેશક’માં કહ્યું તેમ જાણવું યાવત્‌ કેવળીનું જ્ઞાન નિરાવરણ હોય છે, તેથી હે ગાંગેય ! એમ કહ્યું કે હું સ્વયં જાણું છું ઇત્યાદિ.
ભગવન્‌ ! નૈરયિકો, નૈરયિકમાં શું સ્વયં ઉપજે કે અસ્વયં ઉપજે ? ગાંગેય ! નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે, અસ્વયં નહીં. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ?
ગાંગેય! કર્મના ઉદયથી, કર્મના ગુરુપણાથી, કર્મના ભારેપણાથી, કર્મોના અતિ ગુરુપણાઅને ભારેપણાથી, અશુભ કર્મોના ઉદયથી, અશુભ કર્મોના વિપાકથી, અશુભ કર્મોના ફળવિપાકથી નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે છે – અસ્વયં ઉપજતા નહીં, તેથી એ પ્રમાણે કહ્યું.
ભગવન્‌ ! અસુરકુમારો શું સ્વયં ઉપજે કે અસ્વયં ઉપજે ? ગાંગેય! અસુરકુમારો સ્વયં ઉપજે છે, અસ્વયં યાવત્‌ ઉપજતા નથી. ભગવન્! એમ કેમ કહ્યું ? ગાંગેય ! કર્મના ઉદયથી, અશુભ કર્મોના ઉપશમથી, અશુભ કર્મોના અભાવથી, કર્મોની વિશોધિથી, કર્મોની વિશુદ્ધિથી, શુભકર્મોના ઉદયથી, શુભકર્મોના વિપાકથી, શુભકર્મોના ફળ વિપાકથી અસુરકુમારો, અસુરકુમારપણામાં સ્વયં ઉપજે છે, અસ્વયં ઉપજતા નથી. તેથી આ પ્રમાણે કહ્યું છે. સ્તનિત કુમાર સુધી આ પ્રમાણે જાણવું.
ભગવન્‌ ! શું પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉપજે છે કે અસ્વયં? ગાંગેય ! પૃથ્વીકાયિકો સ્વયં યાવત્‌ ઉપજે છે, અસ્વયં ઉપજતા નથી. તેથી આ પ્રમાણે કહ્યું છે.
એ પ્રમાણે યાવત્‌ મનુષ્યો જાણવા. વ્યંતર, જ્યોતિષ્કો, વૈમાનિકો અસુરકુમાર માફક કહેવા. તેથી હે ગાંગેય! એમ કહ્યું કે વૈમાનિકો યાવત્‌ સ્વયં ઉપજે છે, અસ્વયં યાવત્‌ ઉપજતા નથી.

9.32.459

ત્યાર પછી, તે ગાંગેય અણગારે શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ, સર્વદર્શી રૂપે જાણ્યા. પછી તેણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વદન – નમસ્કાર કર્યા. વંડી – નમીને પછી આમ કહ્યું – ભગવન્‌ ! હું તમારી પાસે ચતુર્યામ ધર્મને બદલે પાંચ મહાવ્રત અને સપ્રતિક્રમણ ધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું. ઈત્યાદિ સર્વ વર્ણન શતક – ૧ માં જેમ કાલાસ્યવૈશિક પુત્રમાં કહ્યું તેમ કહેવું યાવત્‌ તે સર્વ દુઃખથી મુક્ત થયા.
ભગવન્‌ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે.

Translations (2)

Commentaries (2)

Linked texts (1)