Pramāṇa · Search · About · API

Uvasagadasao 7

Uvāsagadasāo: ṭīkānusārī vivecana 7

Language
Gujarati

7

‘ઉપાસકદશા’ સૂત્ર-૮ :– [૧/૮]
ત્યારે આનંદ ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસે પહેલા (૧) સ્થૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે છે. યાવજ્જીવ માટે, દ્વિવિધે-ત્રિવિધે મન, વચન, કાયા વડે કરું નહીં, કરાવું નહીં.
(૨) ત્યારપછી સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરે છે - યાવજ્જીવ માટે દ્વિવિધ, ત્રિવિધે-મન, વચન, કાયાથી જાવજ્જીવને માટે કરું નહીં - કરાવું નહીં.
(૩) ત્યારપછી સ્થૂલ અદત્તાદાનને પચ્ચક્‌ખે છે, જાવજ્જીવ દ્વિવિધ, ત્રિવિધે-મન, વચન, કાયાથી કરું નહીં - કરાવું નહીં.
(૪) ત્યારપછી, સ્વદારાસંતોષ પરિમાણ કરે છે - એક શિવાનંદા ભાર્યાને છોડીને મૈથુનવિધિનો ત્યાગ.
(૫) ત્યારપછી ઈચ્છાવિધિ-પરિમાણ કરતો હિરણ્ય-સુવર્ણવિધિ પરિમાણ કરે છે, ૪ કોડી નિધાનમાં, ચાર કોડી વ્યાપારમાં, ચાર કોડી પ્રવિસ્તર હિરણ્ય-સુવર્ણ વિધિ સિવાયના સુવર્ણ હિરણ્યનો ત્યાગ. પછી ચતુષ્પદ વિધિ પરિમાણ કરે છે. ચાર વ્રજને છોડીને સર્વે ચતુષ્પદનો ત્યાગ. પછી ક્ષેત્ર-વાસ્તુવિધિ પરિમાણ કરે છે - ૫૦૦ હળથી ખેડી શકાય તેટલી ભૂમિ સિવાયના ક્ષેત્ર-વાસ્તુનો ત્યાગ. પછી શકટ વિધિ પરિમાણ કરે છે - દેશાંતર ગમન માટે ૫૦૦ ગાડાં અને સંવાહનીય ૫૦૦ ગાડાં કરતા વધારે ગાડાંનો ત્યાગ. પછી વહાણ વિધિ પરિમાણ કરે છે, દેશાંતર ગમન યોગ્ય ચાર અને સાંવાહનિક ૪ વહાણો સિવાયના બાકીના વહાણો ત્યાગ કરું છું.
(૬) ત્યારપછી ઉપભોગ-પરિભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં અંગલુંછણા-વિધિ પરિમાણ કરે છે, એક ગંધ કાષાયિક સિવાય બાકીના અંગલુંછણાનો ત્યાગ. પછી દંતધાવન વિધિનું પરિમાણ કરું છું. એક આર્દ્ર યષ્ઠિમધુ સિવાયના દાંતણનો ત્યાગ. પછી ફલ વિધિ પરિમાણ કરું છું, એક મધુર આમળા સિવાયના ફળોનો ત્યાગ. પછી અભ્યંગન વિધિ પરિમાણ કરું છું - શતપાક, સહસ્રપાક તેલ સિવાયના અભ્યંગનનો ત્યાગ.
પછી ઉદ્વર્તના વિધિનું પરિમાણ કરું છું - એક સુગંધી ગંધચૂર્ણ સિવાયના ઉદ્વર્તકનો ત્યાગ. પછી સ્નાન વિધિનું પરિમાણ કરું છું - આઠ ઔષ્ટ્રિક ઘડાં પાણીથી વિશેષ સ્નાનનો ત્યાગ. પછી વસ્ત્રવિધિ પરિમાણ કરું છું. એક ક્ષૌમયુગલ સિવાયના વસ્ત્રનો ત્યાગ. પછી વિલેપન વિધિ પરિમાણ કરું છું. અગરુ-કુંકુમ-ચંદનાદિ સિવાયના વિલેપનનો ત્યાગ. પછી પુષ્પવિધિ પરિમાણ કરું છું. એક શુદ્ધ પદ્મ અને માલતીપુષ્પ માળા સિવાયના પુષ્પોનો ત્યાગ. પછી આભરણ વિધિ પરિમાણ કરું છું - કોમળ કર્ણેયક અને નામની વીંટી સિવાયના આભ-રણોનો ત્યાગ. પછી ધૂપવિધિ પરિમાણ કરું છું - અગરુ, તુરુષ્ક ધૂપાદિ સિવાયના ધૂપનો ત્યાગ. પછી ભોજન વિધિ પરિમાણ કરતો પેયવિધિ પરિમાણ કરે છે - એક કાષ્ઠપેય સિવાયના પેયનો ત્યાગ. પછી ભક્ષ્યવિધિ પરિમાણ કરે છે, એક ધૃતપૂર્ણ-ખાંડ ખાદ્ય સિવાયની ભક્ષ્યવિધિનો ત્યાગ, પછી ઓદનવિધિ પરિમાણ કરું છું - એક કલમશાલિ સિવાયના ઓદનનો ત્યાગ. સૂપવિધિ પચ્ચક્‌ખાણ કરું છું - વટાણા, મગના સૂપ સિવાયના સૂપનો ત્યાગ, પછી ઘૃતવિધિ પરિમાણ કરું છું - શરદઋતુ સંબંધી ગાયનું ઘી, સિવાયના ઘી નો ત્યાગ.
પછી શાકવિધિ પરિમાણ કરે છે-વસ્તુ, સ્વસ્તિક, મંડુક્કિય સિવાયના શાકનો ત્યાગ. પછી માધુકર વિધિ પરિમાણ કરે છે - પાલંકમાધુર સિવાયના માધુરકનો ત્યાગ. પછી જમણ વિધિનું પરિમાણ કરે છે - સેધામ્લ, દાલિકામ્લ સિવાયની જમણ વિધિનો ત્યાગ. પછી પાણીવિધિનું પરિમાણ કરે છે - એક અંતરિક્ષોદક સિવાયની પાણીનો ત્યાગ. પછી મુખવાસ વિધિ પરિમાણ કરે છે - પંચ સૌગંધિક તાંબુલ સિવાયના મુખવાસનો ત્યાગ.
(૭) ચાર પ્રકારે અનર્થદંડનો ત્યાગ કરું છું–અપધ્યાનાચરિત, પ્રમાદાચરિત, હિંસ્રપ્રદાન, પાપકર્મોપદેશ.

Linked texts (1)