Pramāṇa · Search · About · API

Uvasagadasao 8

Uvāsagadasāo: ṭīkānusārī vivecana 8

Language
Gujarati

8

વિવેચન :–૮
તપ્પઢમયાએ - અણુવ્રતાદિમાં પ્રથમ, થૂલગ - ત્રસવિષય, જાવજ્જીવાએ - જ્યાં સુધી જે પ્રતિજ્ઞામાં પ્રાણધારણ થાય ત્યાં સુધી. દુવિહં - કરવું, કરાવવું બે ભેદથી. તિવિહેણ-મન આદિ વડે. કાયસ-કાયા વડે. - X - સ્થૂલ મૃષાવાદ-તીવ્ર સંક્લેશથી તીવ્ર સંક્લેશનું ઉત્પાદક. અદત્તાદાન-ચોરી. સ્વદાર સંતોષ - સ્વપત્નીમાં સંતુષ્ટિ તેનું પરિમાણ - ઘણી પત્નીઓનો સંક્ષેપ કરવો. કઈ રીતે? મૈથુન આચરવું નહીં. કઈ? પોતાની પત્ની શિવાનંદા સાથે જ. - X - હિરણ્ય-ચાંદી, સુવર્ણ-સોનું, વિધિ-પ્રકાર - X - અવસેસ - તેનાથી વધારાનું, એ બધે જાણવું. ખેત્તવત્થુ - અહીં ક્ષેત્ર એ જ વસ્તુ, બીજા ગ્રંથમાં ક્ષેત્ર અને વાસ્તુ કહે છે. નિયત્તણ - ભૂમિ પરિમાણ વિશેષ, તેનાથી નિવર્તન. - X - દિસાયત્તિએહિં - દેશાંતર ગમન પ્રયોજનવાળા, તેના સિવાયના સંવાહન-ક્ષેત્રાદિથી તૃણ, કાષ્ઠ, ધાન્યાદિનું ઘેરથી લાવવું, તેને માટે પ્રયુક્ત સાંવાહન. - X -
ઉવભોગ - વારંવાર સેવાય તે - ભવન, વસન, વનિતાદિપરિભોગ-એક વખત સેવાય તે - આહાર, કુસુમ, વિલેપનાદિ. ઉલ્લણિય-સ્નાન જળથી ભીનાં શરીરનું જળ લુંછવાનું વસ્ત્ર. ગંધ-કાષાયિક-ગંધ પ્રધાન કષાયરંગી વસ્ત્ર. દંતવણ-દાંતના મેલને કાઢનાર કાષ્ઠ, અલ્લલટ્ટી મહુએણ-આર્દ્રયષ્ટીમધુ વડે. ખીરામલય-ક્ષીર જેવા મધુર આમળા. સયપાગ૦ - સો દ્રવ્ય કે સો ઉકાળા વડે જે પકાવાય તે શતપાક. ગંધટ્ટએણ - ગંધ-ઉપલ, કુષ્ઠાદિનું ચૂર્ણ અથવા ગંધયુક્ત ઘઉંનું ચૂર્ણ. ઉટ્ટિય-મોટું માટીનું વાસણ, બહુ મોટા કે નાના નહીં તેવા ઉચિત પ્રમાણવાળા. ખોમજુયલ -કપાસનું વસ્ત્ર યુગલ. અગરુ-ગંધ દ્રવ્ય વિશેષ. સુદ્ધ પઉમ-શુદ્ધ પદ્મ, બીજા પુષ્પો સિવાયનું કમળ. માલઈકુસુમ દામ - જાતિ પુષ્પમાળા. મૃષ્ટ-ચિત્ર રહિત, નામમુદ્દ-નામાંકિત મુદ્રા.
પેજ્જવિહિ - પેય આહાર પ્રકાર, કટ્ઠપેજ્જ-મગ આદિનું જૂષ અથવા ઘીથી તળેલ ચોખાની પેયા, ભક્ખ-કઠોર અને વિશદ આહાર યોગ્ય દ્રવ્ય, અહીં તે પકવાન્ન અર્થમાં છે. ઘયપુણ્ણ-ઘેવર. ખંડખજ્જ-ખંડલિપ્ત ખાદ્ય, સૂવ-દાળનું ઓસામણ, કલાય-ચણાના આકારનું ધાન્ય વિશેષ, વટાણા. સારઈએણ ગોઘયમંડલ-શરદ્‌કાલ ઉત્પન્ન, ગાયનું ઘી. સાગ-શાક, પાલંક-વલ્લીફળ વિશેષ. માહુરક-અમ્લરસ સિવાયનું. જેમણ – વડાં, પૂરણાદિ. સેહંબલ૦ સેધામ્લ-પક્વ થયા પછી ખટાશનો સંસ્કાર. દાલિકામ્લ-દાળના ખાટા વડાં. અંતલિક્‌ખોદય-આકાશમાંથી પડતું જળ. પંચસૌગંધિક – એલચી, લવીંગ, કર્પૂર, કક્કોલ, જાઈફળવાળા સુગંધી દ્રવ્ય યુક્ત.
અણટ્ઠાદંડ-અનર્થ અર્થાત્‌ ધર્મ, અર્થ, કામ સિવાયનો દંડ. અપધ્યાન-આર્ત્ત, રૌદ્રરૂપ, આચરિત-આસેવિત. પ્રમાદ-વિકથારૂપ - તેલ વગેરેના પાત્રને ન ઢાંકવું. હિંસ્ર-હિંસાકારી, પ્રદાન-બીજાને આપવું. પાપકર્મોપદેશ-ખેતર ખેડો વગેરે.

Linked texts (1)