Vavahara 105
Vavahāra: ṭīkānusārī vivecana 105
- Language
- Gujarati
105
‘વ્યવહાર’ સૂત્ર-૧૩૭ :– [૫/૧૩૭]
ગ્રામાનુગ્રામ વિચરતા સાધ્વીઓ જેને અગ્રણી માનીને વિહાર કરતા હોય તે કાળધર્મ પામે ત્યારે બાકી સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. જો કોઈ અન્ય સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયં પણ નિશીથ આદિ અધ્યયન પૂર્ણ કરેલ ન હોય તો તેણે માર્ગમાં એક-એક રાત્રિ રોકાતા જે દિશામાં બીજા સાધર્મિણી સાધ્વીઓ વિચરતા હોય તે દિશામાં જવું જોઈએ.
માર્ગમાં તેમને વિચરવાના લક્ષ્યથી રોકાવું ન કલ્પે. જો રોગાદિ કારણ હોય તો રોકાવું કલ્પે છે. રોગાદિ સમાપ્ત થતાં જો કોઈ કહે કે હે આર્યા! એક કે બે રાત્રિ રોકાઓ તો તેમને એક કે બે રાત્રિ રહેવું કલ્પે. પરંતુ તેનાથી અધિક રહેવું ન કલ્પે. જો સાધ્વી તેનાથી અધિક રોકાય, તો મર્યાદા ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati