Pramāṇa · Search · About · API

Vavahara 117

Vavahāra: ṭīkānusārī vivecana 117

Language
Gujarati

117

‘વ્યવહાર’ સૂત્ર-૧૪૮ :– [૬/૧૪૮]
જો કોઈ સાધુ સ્વજનોને ઘેર ગૌચરી જવા ઈચ્છે તો સ્થવિરોને પૂછ્યા વિના જવું ન કલ્પે. સ્થવિરોને પૂછીને જવું કલ્પે. સ્થવિર આજ્ઞા આપે તો સ્વજનોને ઘેર જવું કલ્પે છે અને જો આજ્ઞા ન આપે તો કલ્પતું નથી. સ્થવિરોની આજ્ઞા વિના જો સ્વજનોના ઘેર જાય તો છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે.
અલ્પશ્રુત અને અલ્પ આગમજ્ઞ એકલા સાધુ અને એકલી સાધ્વીને સ્વજનોને ઘેર જવાનું કલ્પતું નથી. પરંતુ સમુદાયમાં જે બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુ હોય તેમની સાથે સ્વજનોને ઘેર જવાનું કલ્પે છે.
એ પ્રમાણે સ્વજનોના ઘેર સાધુના આગમન પૂર્વે જે આહાર અગ્નિ આદિથી દૂર હોય તે લેવો કલ્પે પછી અગ્નિ આદિથી દૂર રખાય તે લેવો ન કલ્પે.

Linked texts (2)