Pramāṇa · Search · About · API

Vavahara 118

Vavahāra: ṭīkānusārī vivecana 118

Language
Gujarati

118

‘વ્યવહાર’ સૂત્ર-૧૪૯ :– [૬/૧૪૯]
આચાર્ય અને ઉપાધ્યાયને ગણમાં પાંચ અતિશય કહેવાયેલા છે. જેમ કે આચાર્ય અને ઉપાધ્યાય –
(૧) ઉપાશ્રયમાં ધૂળવાળા પગે આવે પછી પોતાના પગોને કપડાંથી પોંછે કે પ્રમાર્જે તો મર્યાદા ભંગ ન થાય. (૨) ઉપાશ્રયમાં મળમૂત્ર ત્યાગે કે શુદ્ધિ કરે. (૩) ઈચ્છા હોય તો વૈયાવચ્ચ કરે, ન ઈચ્છા હોય તો ન કરે તો પણ સશક્ત એવા તેમને મર્યાદા ભંગ ન થાય. (૪) કારણ વિશેષથી જો એક-બે રાત્રિ એકલા રહે. (૫) કારણ વિશેષથી ઉપાશ્રય બહાર પણ એક-બે રાત્રિ એકલા રહે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી.

Linked texts (2)