Pramāṇa · Search · About · API

Vavahara 128

Vavahāra: ṭīkānusārī vivecana 128

Language
Gujarati

128

‘વ્યવહાર’ સૂત્ર-૧૫૯ :– [૬/૧૫૯]
પરંતુ જો કોઈ સાધુ અન્યગણથી આવેલ હોય તે ભલે ખંડિત આચારાદિ વાળો પણ હોય–
તો પણ સાધુ-સાધ્વીઓ તે સાધુને જો–
(૧) તે દોષ સ્થાનની આલચોના, પ્રતિક્રમણ કરાવે–
(૨) યથા યોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવે–
(૩) ફરી તે પાપ ન કરવા માટે ઉદ્યત પણ થાય–
તો તે સાધુને ઉપસ્થાપિત કરવાનું સાંભોગિક કરવાનું અર્થાત્‌ તેની સાથે માંડલી વ્યવહાર કરવાનું કે તેની સાથે વસવાનું કલ્પે છે.
તેને અલ્પકાલિક દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું પણ કલ્પે છે.

Linked texts (2)