Pramāṇa · Search · About · API

Vavahara 130

Vavahāra: ṭīkānusārī vivecana 130

Language
Gujarati

130

‘વ્યવહાર’ સૂત્ર-૧૬૦ :– [૭/૧૬૦]
જે સાધુ-સાધ્વી સાંભોગિક એક માંડલીવાળા છે. તેમાં કોઈ સાધુ પાસે, કોઈ બીજી ગણથી ખંડિત યાવત્‌ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછ્યા સિવાય અને તેના પૂર્વ સેવિત દોષોની આલોચના યાવત્‌ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરાવ્યા વિના તેને પ્રશ્ન પૂછવા, વાંચવા દેવી, ચારિત્રમાં ફરી ઉપસ્થાપિત કરવા, તેની સાથે બેસીને ભોજન કરવું અને સાથે રાખવાનું કલ્પતું નથી તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવા પણ ન કલ્પે.

Linked texts (2)