Pramāṇa · Search · About · API

Vavahara 14

Vavahāra: ṭīkānusārī vivecana 14

Language
Gujarati

14

‘વ્યવહાર’ સૂત્ર-૧૫ થી ૧૮ :– [૧/૧૫ થી ૧૮]
જે સાધુ ચાતુર્માસિક કે સાધિક ચાતુર્માસિક, પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની –
(૧) એકવાર કે (૨) અનેકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને–
(૩) માયારહિત કે (૪) માયાસહિત આલોચના કરતા, આસેવિત પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ.
જો તે પરિહારતપમાં સ્થાપિત હોવા છતાં પણ કોઈ પ્રકારે પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં ઉમેરી દેવું જોઈએ.
(૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય.
(૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય.
(૩) પછી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય.
(૪) પછી પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય.
-૧- માયારહિત આલોચના સંકલ્પ, માયારહિત આલોચના.
-૨- માયારહિત આલોચના સંકલ્પ, માયાસહિત આલોચના.
-૩- માયાસહિત આલોચના સંકલ્પ, માયારહિત આલોચના.
-૪- માયાસહિત આલોચના સંકલ્પ, માયાસહિત આલોચના.
આમાંના કોઈપણ પ્રકારના ભંગથી આલોચના કરતા, તેના સર્વ સ્વકૃત અપરાધના ને સંયુક્ત કરીને પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સંમિલિત કરી દેવું જોઈએ.
જે આ પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત થઈને વહન કરતાં પણ ફરી કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરી દેવું જોઈએ. [અહીં ચાર સૂત્રો છે. તે માટે ઉપર (૧), (૨), (૩), (૪) લખ્યું છે.]

Linked texts (2)