Vavahara 16
Vavahāra: ṭīkānusārī vivecana 16
- Language
- Gujarati
16
‘વ્યવહાર’ સૂત્ર-૨૦ :– [૧/૨૦]
પરિહાર કલ્પસ્થિત સાધુ કોઈ બીમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય, તે સમયે સ્થવિર તેને પરિહારતપ છોડવાની અનુમતિ આપે તો તેને માર્ગમાં ગ્રામાદિમાં એક-એક રાત્રિ વિશ્રામ કરતાં જે દિશામાં સાધર્મિક બીમાર સાધુ હોય, તે જ દિશામાં જવું કલ્પે છે.
માર્ગમાં વિચરણના લક્ષ્યથી રોકાવું ન કલ્પે. પણ રોગાદિના કારણે રહેવું કલ્પે. કારણ સમાપ્ત થતાં જો કોઈ કહે કે – હે આર્ય! તમે એક-બે રાત્રિ વધુ રોકાઓ તો તેને રહેવું કલ્પે, પણ એક-બે રાત્રિથી અધિક રહેવું કલ્પતું નથી. છતાં જો રહે તો તેને મર્યાદા ઉલ્લંઘનનું છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આવે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati