Pramāṇa · Search · About · API

Vavahara 174

Vavahāra: ṭīkānusārī vivecana 174

Language
Gujarati

174

‘વ્યવહાર’ સૂત્ર-૨૦૩ થી ૨૦૬ :– [૯/૨૦૩ થી ૨૦૬]
શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહારને–
(૧) પ્રાતિહારિક દેવાયેલ હોય–
તે ઘરની અંદરના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક આપે તો સાધુને લેવું કલ્પે નહીં.
(૨) અપ્રાતિહારિક દેવાયેલ હોય–
અને ઉપર મુજબ આપે તો સાધુને લેવો કલ્પે છે.
(૩) ખાવાને માટે પ્રાતિહારિક દેવાયેલ હોય–
તે ઘરના બહાર ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે આગંતુક દે તો સાધુને લેવો ન કલ્પે.
(૪) ખાવાને માટે અપ્રાતિહારિક દેવાયેલ હોય–
અને ઉપર મુજબ આપે તો સાધુને લેવો કલ્પે છે.

Linked texts (2)