Vavahara 195
Vavahāra: ṭīkānusārī vivecana 195
- Language
- Gujarati
195
‘વ્યવહાર’ સૂત્ર-૨૪૨ :– [૯/૨૪૨]
લઘુમોક – નાની પ્રસ્રવણ પ્રતિમા શરત્કાળના પ્રારંભે અથવા ગ્રીષ્મકાળના અંતમાં ગામ યાવત્ રાજધાની બહાર વનમાં કે વનકાળમાં, પર્વત – પર્વતદુર્ગમાં સાધુએ ધારણ કરવી કલ્પે.
જો તે ભોજન કરી તે દિવસે આ પ્રતિમાને ધારણ કરે, તો છ ઉપકરણથી પૂર્ણ કરે, ભોજન કર્યા વિના પ્રતિમા સ્વીકારે તો સાત ઉપવાસથી પૂર્ણ કરે છે. આ પ્રતિમામાં સાધુને જેટલી વાર મૂત્ર આવે એટલી વાર પી લેવું જોઈએ. પણ રાત્રિના પીવાનું હોતું નથી.
કૃમિયુક્ત મૂત્ર આવે તો પીવું નહીં, પણ કૃમિરહિત આવે તો મૂત્ર પીવું જોઈએ. વીર્યસહિત આવે તો નહીં પીવું, વીર્યરહિત આવે તો મૂત્ર પીવું જોઈએ. ચીકણાશયુક્ત હોય તો ન પીવું, ચીકણાશરહિત આવે તો મૂત્ર પીવું જોઈએ. રક્તકણ સહિત આવે તો ન પીવું, પણ રક્તકણ રહિત હોય તો પીવું જોઈએ. જેટલું-જેટલું મૂત્ર આવે તે થોડું હોય કે વધુ તે પીવું જોઈએ.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati