Pramāṇa · Search · About · API

Vavahara 203

Vavahāra: ṭīkānusārī vivecana 203

Language
Gujarati

203

‘વ્યવહાર’ સૂત્ર-૨૪૯ :– [૧૦/૨૪૯]
બે પ્રતિમાઓ કહેવાયેલ છે–
(૧) યવચંદ્ર મધ્ય-પ્રતિમા સ્વીકાર કરનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વ રહિત થઈને રહે. તે સમયે કોઈપણ દેવ, મનુષ્ય, તિર્યંચકૃત અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય, જેમ કે– વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન, કલ્યાણ-મંગલ-દેવ અને ચૈત્યરૂપ માની કોઈ પર્યુપાસના કરે તે અનુકૂળ.
પ્રતિકૂળ ઉપસર્ગ – કોઈ દંડ, હડ્ડી, જોત, બેંતાદિથી શરીર ઉપર પ્રહાર કરે, તે આ બધાં અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ-ઉપસર્ગો પ્રસન્ન કે ખિન્ન ન થઈને સમભાવથી સહન કરે. તે કરનાર પ્રતિ ક્ષમાભાવ ધારણ કરે, વીરતાપૂર્વક સહે, શાંતિથી સહે.
યવમધ્ય ચંદ્રપ્રતિમા આરાધક સાધુને શુક્લપક્ષની એકમે આહાર અને પાણીની એક-એક દત્તિ ગ્રહણ કરવી કલ્પે. આહારની આકાંક્ષા વાળા બધાં... ચતુષ્પદાદિ પ્રાણી આહાર લઈ ચાલ્યા ગયા હોય ત્યારે તેને અજ્ઞાત સ્થાનેથી શુદ્ધ અલ્પલેપવાળો આહાર લેવો કલ્પે છે. અનેક શ્રમણ યાવત્‌ ભિક્ષુક આહાર લઈ ગયા હોય. એક જ વ્યક્તિના ભોજનમાંથી આહાર લેવાનો હોય તો કલ્પે.
શુક્લપક્ષની બીજે પ્રતિમાધારી સાધુને ભોજન અને પાણીની બબ્બે દત્તી લેવી કલ્પે. ત્રીજે ભોજન-પાણીની ત્રણ-ત્રણ દત્તી, ચોથે ચાર-ચાર દત્તી યાવત્‌ એ પ્રમાણે પૂર્ણિમાના દિવસે ભોજન અને પાણીની ૧૫-૧૫ દત્તીઓ ગ્રહણ કરવી કલ્પે છે. કૃષ્ણપક્ષની એકમે ભોજન અને પાણીની ૧૪-૧૪ દત્તીઓ ગ્રહણ કરવી કલ્પે છે, બીજને દિવસે ૧૩-૧૩ દત્તીઓ કલ્પે. એ રીતે ઘટતાં -ઘટતાં યાવત્‌ ચૌદશે ભોજન-પાણીની એક એક દત્તી લે. અમાસે ઉપવાસ કરે છે.
આ પ્રમાણે આ યવમ દશ ચંદ્રપ્રતિમા સૂત્રાનુસાર યાવત્‌ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે.

Linked texts (2)