Pramāṇa · Search · About · API

Vavahara 204

Vavahāra: ṭīkānusārī vivecana 204

Language
Gujarati

204

‘વ્યવહાર’ સૂત્ર-૨૫૦ :– [૧૦/૨૫૦]
વજ્રમધ્ય ચંદ્રપ્રતિમા સ્વીકારનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈને રહે યાવત્‌ સૂત્ર-૨૪૯ મુજબ બધું કહેવું. વિશેષ એ કે–
કૃષ્ણપક્ષની એકમે ૧૫-૧૫ દત્તી ભોજન અને પાણીની લેવી કલ્પે છે યાવત્‌ ડેલીને પગની વચ્ચે રાખીને આપે તો તેનાથી આહાર લેવો કલ્પે છે.
બીજને દિવસે ભોજન-પાણીની ૧૪-૧૪ દત્તી લેવી કલ્પે. ત્રીજને દિવસે ૧૩-૧૩ દત્તીઓ લેવી કલ્પે. એ રીતે ઘટતાં-ઘટતાં અમાસના દિવસે ભોજન-પાણીની ૧-૧ દત્તી લેવી કલ્પે.
શુક્લપક્ષની એકમે ભોજન-પાણીની બબ્બે દત્તી લેવી કલ્પે. બીજને દિવસે ત્રણ-ત્રણ દત્તી લેવી કલ્પે. એ રીતે વધતાં-વધતાં ચૌદસને દિવસે ભોજન-પાણીની ૧૫-૧૫ દત્તી લેવી કલ્પે છે.
પૂર્ણિમાને દિવસે તે ઉપવાસ કરે છે.
આ પ્રમાણે વજ્રમધ્ય ચંદ્રપ્રતિમા સૂત્રાનુસાર યાવત્‌ આજ્ઞા અનુસાર પાલન કરાય છે.

Linked texts (2)