Pramāṇa · Search · About · API

Vavahara 22

Vavahāra: ṭīkānusārī vivecana 22

Language
Gujarati

22

‘વ્યવહાર’ સૂત્ર-૨૬ થી ૩૦ :– [૧/૨૬ થી ૩૦]
જો કોઈ સાધુ ગચ્છથી નીકળીને (૧) પાર્શ્વસ્થ વિહારચર્યા કે (૨) યથાચ્છંદ વિહારચર્યા કે (૩) કુશીલ વિહારચર્યા કે (૪) અવસન્ન વિહારચર્યા કે (૫) સંસક્ત વિહારચર્યા–
અંગીકાર કરીને વિચરે પછી તે આ પાર્શ્વસ્થ વિહાર કે યાવત્‌ સંસક્ત વિહારચર્યા છોડીને તે જ ગણમાં સામેલ થઈ રહેવા ઈચ્છે ત્યારે–
જો તેનું ચારિત્ર કંઈક શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ કરે તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આપે, તેને સ્વીકારે.

Linked texts (2)