Vavahara 224
Vavahāra: ṭīkānusārī vivecana 224
- Language
- Gujarati
224
‘વ્યવહાર’ સૂત્ર-૨૭૦ થી ૨૮૪ :– [૧૦/૨૭૦ થી ૨૮૪]
અહીં ૧૫ સૂત્રો છે. જેમાં દીક્ષાપર્યાયની સાથે આગમોના અધ્યયનનો ક્રમ જણાય છે. તે આ રીતે–
(૧) ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને આચારપ્રકલ્પ નામે અધ્યયન ભણાવવું કલ્પે.
(૨) ચાર વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને સૂયગડાંગ નામે બીજું અંગસૂત્ર ભણાવવું કલ્પે.
(૩) પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને દશાશ્રુતસ્કંધ, કલ્પ [બૃહત્કલ્પ] અને વ્યવહાર નામે છેદસૂત્રો ભણાવવા કલ્પે.
(૪) ૮ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને સ્થાન અને સમવાય નામે ત્રીજું-ચોથું અંગસૂત્ર ભણાવવું કલ્પે
(૫) ૧૦ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને ભગવતી-વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ નામે પાંચમું અંગસૂત્ર ભણાવવું કલ્પે.
(૬) ૧૧-વર્ષવાળાને૦ લઘુવિમાન પ્રવિભક્તિ, મહાવિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વ્યાખ્યાચૂલિકા ભણાવવા કલ્પે.
(૭) ૧૨-વર્ષવાળાને૦ અરુણોપપાત, વરુણોપપાત, ગુરુણોપપાત, ધરણોપપાત, વૈક્ષમણોપપાત, વેલંધરોપપાત ભણાવવા કલ્પે.
(૮) ૧૩-વર્ષવાળાને૦ ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રુત, દેવેન્દ્ર પરિયાપનિકા, નાગ પરિયાપનિકા ભણાવવા કલ્પે.
(૯) ૧૪-વર્ષવાળાને૦ સ્વપ્રભાવના ભણાવવું કલ્પે.
(૧૦) ૧૪-વર્ષવાળાને૦ ચારણભાવના ભણાવવું કલ્પે.
(૧૧) ૧૬-વર્ષવાળાને૦ તેજોનિસર્ગ ભણાવવું કલ્પે.
(૧૨) ૧૭-વર્ષવાળાને૦ આસીવિષભાવના ભણાવવું કલ્પે.
(૧૩) ૧૮-વર્ષવાળાને૦ દૃષ્ટિવિષ ભાવના ભણાવવું કલ્પે.
(૧૪) ૧૯ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને દૃષ્ટિવાદ નામક બારમું સૂત્ર ભણાવવું કલ્પે.
(૧૫) ૨૦-વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ સર્વશ્રુત ધારણ કરનારો થઈ જાય છે. [તેમ જાણ.]
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati