Pramāṇa · Search · About · API

Vavahara 27

Vavahāra: ṭīkānusārī vivecana 27

Language
Gujarati

27

‘વ્યવહાર’ સૂત્ર-૩૫ :– [૧/૩૫]
જો સમ્યક્‌ ભાવિત જ્ઞાનીપુરુષ ન મળે તો ગામ યાવત્‌ રાજધાનીની બહાર પૂર્વ કે ઉત્તર દિશા તરફ અભિમુખ થઈ બે હાથ જોડી, મસ્તકે આવર્તન કરી, મસ્તકે અંજલી કરી આમ બોલે–
‘‘આટલાં મારા દોષ છે અને આટલીવાર મેં આ દોષોનું સેવન કરેલ છે.’’ – એમ બોલી અરિહંત અને સિદ્ધો સમક્ષ આલોચના કરે યાવત્‌ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ સ્વીકારે.

Linked texts (2)