Vavahara 26
Vavahāra: ṭīkānusārī vivecana 26
- Language
- Gujarati
26
‘વ્યવહાર’ સૂત્ર-૩૪ :– [૧/૩૪]
જો તેમના આચાર્ય કે ઉપાધ્યાય ન મળે તો જ્યાં કોઈ સાંભોગિક [એક માંડલીવાળા] સાધર્મિક સાધુ મળે કે જે બહુશ્રુત અને બહુ આગમજ્ઞ હોય, તેની પાસે આલોચના કરે યાવત્ તપ સ્વીકારે.
જો સાંભોગિક સાધર્મિક બહુશ્રુત – બહુઆગમજ્ઞ હોય તેની પાસે જઈને આલોચના કરે યાવત્ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે.
જો અન્ય સાંભોગિક સાધર્મિક બહુશ્રુત બહુઆગમજ્ઞ સાધુ ન મળે તો જ્યાં સારૂપ્ય સાધુ મળે, જે બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય તો તેની સમીપે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપકર્મ સ્વીકાર કરે.
જો સારૂપ્ય બહુશ્રુત, બહુઆગમજ્ઞ સાધુ ન મળે તો જ્યાં પશ્ચાત્કૃત્ [સંયમત્યાગી] શ્રમણોપાસક મળે, જે બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય ત્યાં તેની સમીપે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મ સ્વીકારે.
જો પશ્ચાત્કૃત્ [સંયમત્યાગી] બહુશ્રુત અને બહુઆગમજ્ઞ શ્રાવક ન મળે તો જ્યાં સમ્યક્ ભાવિત જ્ઞાની પુરુષ મળે તો ત્યાં તેની સમીપે આલોચના કરે યાવત્ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati