Pramāṇa · Search · About · API

Vavahara 34

Vavahāra: ṭīkānusārī vivecana 34

Language
Gujarati

34

‘વ્યવહાર’ સૂત્ર-૪૧ થી ૫૨ :– [૨/૪૧ થી ૫૨]
અહીં કહેવાયેલ બાર પ્રકારના સાધુ જો રોગાદિ વડે પીડિત થઈ જાય તો ગણાવચ્છેદકને તેને ગણથી બહાર કરવા કલ્પતા નથી, પરંતુ જ્યાં સુધી તે રોગાતંકથી મુક્ત ન થઈ જાય ત્યાં સુધી તેની અગ્લાનભાવથી વૈયાવચ્ચ કરવી જોઈએ. પછી ગણાવચ્છેદક તે પારિહારિક સાધુને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. [તે બાર પ્રકારના સાધુ બાર સૂત્રોથી કહ્યાં છે–]
(૧) પારિહારિક પ્રાયશ્ચિત્ત સેવી, (૨) અનવસ્થાપ્ય સાધુ, (૩) પારંચિતત્ત સાધુ, (૪) વિક્ષિપ્ત ચિત્ત સાધુ, (૫) દીપ્તચિત્ત સાધુ, (૬) યક્ષાવિષ્ટ સાધુ, (૭) ઉન્માદપ્રાપ્ત સાધુ, (૮) ઉપસર્ગપ્રાપ્ત સાધુ, (૯) કલહયુક્ત સાધુ, (૧૦) પ્રાયશ્ચિત્તપ્રાપ્ત સાધુ, (૧૧) ભક્ત પ્રત્યાખ્યાની સાધુ અને (૧૨) પ્રયોજનાવિષ્ટ સાધુ.

Linked texts (2)