Vavahara 39
Vavahāra: ṭīkānusārī vivecana 39
- Language
- Gujarati
39
‘વ્યવહાર’ સૂત્ર-૬૦ :– [૨/૬૦]
સંયમ છોડવાની ઈચ્છાથી કોઈ સાધુ ગણથી નીકળી જાય અને પછી અસંયમ સેવ્યા વિના જ તે આવી, ફરી પોતાના ગણમાં સામેલ થવા ઈચ્છે ત્યારે સ્થવિરોમાં જો વિવાદ થાય અને તેઓ પરસ્પર કહેવા લાગે કે–
‘‘શું તમે જાણો છો – આ પ્રતિસેવી છે કે અપ્રતિસેવી?’’ ત્યારે સાધુને જ પૂછવું જોઈએ – તું પ્રતિસેવી છે કે અપ્રતિસેવી? જો તે કહે કે – ‘‘હું પ્રતિસેવી છું’’ તો તે પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. જો તે કહે – ‘‘હું પ્રતિસેવી નથી.’’ તો તે પ્રાયશ્ચિત્તને પાત્ર થતાં નથી ને તે જે પ્રમાણ આપે, તેનાથી નિર્ણય કરવો જોઈએ. - X - કેમ કે સત્યપ્રતિજ્ઞ સાધુના સત્યકથન પર વ્યવહાર ચાલે છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati