Pramāṇa · Search · About · API

Vavahara 38

Vavahāra: ṭīkānusārī vivecana 38

Language
Gujarati

38

‘વ્યવહાર’ સૂત્ર-૫૯ :– [૨/૫૯]
બે સાધર્મિક સાથે વિચરતા હોય, તેમાં કોઈ એક સાધુ કોઈ અકૃત્ય-સ્થાનને સેવીને આલોચના કરે – ‘‘ભગવાન! મેં અમુક સાધુ સાથે અમુક કારણે દોષનું સેવન કરેલ છે.’’ ત્યારે બીજા સાધુને પૂછ્યું કે – ‘‘શું તમે પ્રતિસેવી છો કે અપ્રતિસેવી?’’ જો તે કહે કે, ‘‘હું પ્રતિસેવી છું’’ તો તે પ્રાયશ્ચિત્ત પાત્ર થાય છે. જો એમ કહે કે, ‘‘હું પ્રતિસેવી નથી.’’ તો પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. તે જે પ્રમાણ આપે, તેનાથી નિર્ણય કરવો જોઈએ.
ભગવન્‌! એમ કેમ કહો છો? સત્યપ્રતિજ્ઞ સાધુઓના સત્યકથન ઉપર વ્યવહાર નિર્ભય હોય છે.

Linked texts (2)