Vavahara 47
Vavahāra: ṭīkānusārī vivecana 47
- Language
- Gujarati
47
‘વ્યવહાર’ સૂત્ર-૬૭ :– [૩/૬૭]
જો કોઈ સાધુ ગણ ધારણ કરવા ઈચ્છે તો તેમને સ્થવિરોને પૂછ્યા વિના ગણ ધારણ કરવો ન કલ્પે. જો સ્થવિર અનુજ્ઞા પ્રદાન કરે તો ગણ ધારણ કરવો કલ્પે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ગણ ધારણ કરવો ન કલ્પે
જો કોઈ સ્થવિરોની અનુજ્ઞા પ્રાપ્ત કર્યા વિના જ ગણ ધારણ કરે છે, તો તે સાધુ તે મર્યાદાના ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. પણ જે સાધર્મિક સાધુ તેમની મુખ્યતામાં વિચરે છે, તે છેદ-તપ પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati