Pramāṇa · Search · About · API

Vavahara 82

Vavahāra: ṭīkānusārī vivecana 82

Language
Gujarati

82

‘વ્યવહાર’ સૂત્ર-૧૦૭ :– [૪/૧૦૭]
રોગગ્રસ્ત આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને કહે કે ‘હે આર્ય! મારા કાળધર્મ પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત કરજો. જો આચાર્ય દ્વારા નિર્દિષ્ટ તે સાધુને પદ ઉપર સ્થાપન કરવાને યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવો જોઈએ.
જો તે એક પદ ઉપર સ્થાપન કરવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. જો સંઘમાં અન્ય કોઈ સાધુને પદ માટે યોગ્ય હોય તો તેમને સ્થાપિત કરવા જોઈએ.જો સંઘમાં બીજા કોઈ સાધુને પદને યોગ્ય ન હોય તો આચાર્યે કહેલ સાધુને જ તે પદ ઉપર સ્થાપવા જોઈએ. તેમને તે પદ ઉપર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ સાધુ કહે કે હે આર્ય! તમે આ પદ માટે અયોગ્ય છો, તેથી આ પદને છોડી દો. એમ કહેતા જો તે ઉક્ત પદને છોડી દે તો છેદ કે તપ પ્રાયશ્ચિત્ત ન આવે. જો સાધર્મિક સાધુ કલ્પ અનુસાર તેને આચાર્યાદિ પદ છોડવાને માટે ન કહે તો તે બધાં સાધર્મિક સાધુ ઉક્ત કારણથી છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.

Linked texts (2)