Pramāṇa · Search · About · API

Mahanisiha 101

Mahānisīha: ṭīkānusārī vivecana 101

Language
Gujarati

101

‘મહાનિશીથ’ સૂત્ર-૨૫૫ થી ૨૬૨ :– [૨/૨/૨૫૫ થી ૨૬૨]
કેશાગ્રના લાખ ક્રોડમાં ભાગને સ્પર્શ કરવામાં આવે તો પણ નિર્દોષવૃત્તિક કંથુઆના જીવને એટલી તીવ્ર પીડા થાય કે જો આપણને કોઈ કરવતથી કાપે કે હૃદયને અથવા મસ્તકને શસ્ત્રથી ભેદે તો આપણે થરથર કાંપીએ, તેમ કુંથુઆના બધાં અંગો સ્પર્શમાત્રથી પીડા પામે. તેને અંદર-બહાર ભારે પીડા થાય. તેના શરીરમાં સળવળાટ અને કંપ થવા લાગે. તે પરાધીન અને વાચારહિત હોય. વેદના ન કહી શકે. પણ ભારેલો અગ્નિ સળગે તેમ તેનું માનસિક-શારીરિક દુઃખ અતિશય હોય.
તે વિચારે છે કે આ શું છે? મને આ ભારે પીડાકર્તા દુઃખ પ્રાપ્ત થયું છે, લાંબા ઉષ્ણ નિઃસાસા મૂકે છે. આ દુઃખનો અંત ક્યારે આવશે? આ પીડાથી હું ક્યારે છૂટીશ? આ દુઃખના સંકટોથી મુક્ત થવા કયો પ્રયત્ન કરું? ક્યાં નાસી જઉં? શું કરું જેથી દુઃખ મટે અને સુખ થાય? શું ખણું? શું આચ્છાદન કરું? શું પથ્ય કરું? આ પ્રમાણે ત્રણે વર્ગના વ્યાપારના કારણે તીવ્ર મહાદુઃખના સંકટમાં આવી ભરાણો છું. સંખ્યાની આવલિકાઓ સુધી હું ક્લેશાનુભવ ભોગવીશ. સમજું છું કે મને આ ખણ આવી છે. કોઈ પ્રકારે આ ખણ શાંત થશે નહીં.

Linked texts (2)