Pramāṇa · Search · About · API

Mahanisiha 14

Mahānisīha: ṭīkānusārī vivecana 14

Language
Gujarati

14

‘મહાનિશીથ’ સૂત્ર-૨૧ થી ૨૬ :– [૧/–/૨૧ થી ૨૬]
અસંયમ, અધર્મ, શીલ અને વ્રત રહિતતા, યોગોની અશુદ્ધિ, એ સર્વે સુકૃત પુન્યના નાશક, અપાર દુર્ગતિમાં ભ્રમણ કરાવનાર, શારીરિક-માનસિક દુઃખ પૂર્ણ અંતરહિત સંસારમાં અતિઘોર વ્યાકુળતા ભોગવવી પડે. કેટલાંકને કદરૂપતા મળે, દારિદ્ર, દુર્ભગતા, હાહાકારક વેદના, પરાભવ પામે તેવું જીવિત, નિર્દયતા, કરુણાહીન, ક્રૂર, દયાહીન, નિર્લજતા, ગૂઢ હૃદય, વક્રતા, વિપરીતચિત્તતા, રાગ, દ્વેષ, મોહ, ઘનઘોર મિથ્યાત્વ, સન્માર્ગનાશ, અપયશપ્રાપ્તિ, આજ્ઞાભંગ, અબોધિ, શલ્યરહિતતા આ બધું ભાવોભાવ થાય છે.
આ રીતે પાપશલ્યના એકાર્થક અનેક પર્યાયો કહ્યા.

Linked texts (2)