Mahanisiha 141
Mahānisīha: ṭīkānusārī vivecana 141
- Language
- Gujarati
141
‘મહાનિશીથ’ સૂત્ર-૩૫૬ થી ૩૬૫ :– [૨/૩/૩૫૬ થી ૩૬૫]
કુંથુ સમાન સૂક્ષ્મ પ્રાણી મારા મલીન શરીરે ભ્રમણ કરે, સંચરે, ચાલે તો પણ ખણીને વિનાશ ન કરે. પરંતુ રક્ષણ કરે. આ કંઈ હંમેશાં અહીં વસવાનો નથી. લાંબો સમય રહેવાનો નથી. એક ક્ષણમાં ચાલી જશે, બીજી ક્ષણ નહીં રહે. કદાચ રહે તો પણ આ પ્રમાણે ભાવના ભાવવી કે આ કુંથુ રાગથી નથી વસ્યો કે મારા ઉપર તેને દ્વેષ નથી. ક્રોધ-ઈર્ષ્યા-વૈરથી મને ડંખતો નથી. ક્રીડા કરવાની ઈચ્છાથી કરડતો નથી, વૈર-ભાવથી કોઈનાં શરીરે ચડતો નથી. તે તો અમસ્તો જ ગમે તેના શરીરે ચડી જાય છે. વિકલેન્દ્રિય, બાળક કે કોઈ પ્રાણી હોય તે સળગતા અગ્નિ કે વાવના પાણીમાં પ્રવેશ કરે, તે કદી એમ ન વિચારે કે આ મારો પૂર્વ વૈરી કે સંબંધી છે. માટે આત્મા એમ વિચારે કે મારી શાતા-પાપના ઉદયે આવ્યો છે.
આવા જીવો પ્રત્યે મેં કંઈ અશાતાનું દુઃખ કર્યું હશે. પૂર્વભવમાં કરેલા પાપકર્મ ફળ ભોગવવાનો કે પાપપુંજનો છેડો લાવવા માટે મારા આત્મહિતાર્થે આ કયુ તીર્છુ, ઉર્ધ્વ, અધો દિશા વિદિશામાં મારા શરીર ઉપર આમતેમ ફરે છે. આ દુઃખને સમભાવે સહીશ તો મારા પાપકર્મનો અંત આવશે. કદાચ કુંથુને શરીરે ફરતા-ફરતા મહાવાયરાનો ઝપાટો લાગ્યો તો તે કુંથુને શારીરિક દુસ્સહ દુઃખ તથા આર્ત-રૌદ્ર ધ્યાન વૃદ્ધિ પામે. આવા સમયે વિચાર કે કુંથુના સ્પર્શથી તને નામમાત્ર દુઃખ થયું છે. તે પણ સહન થતું નથી અને આર્ત – રૌદ્ર ધ્યાનમાં જાય છે. તો તે દુઃખથી તું શલ્યનો આરંભ કરીને મન-વચન-કાય યોગ સમય, આવલિકા, મુહૂર્ત્ત સુધી શલ્યવાળો થઈશ, તેથી તેનું ફળ તારે ઘણા લાંબા કાળ સુધી વેઠવું પડશે. તે વખતે તેવા દુઃખોને તું શી રીતે સહન કરીશ?
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati