Mahanisiha 140
Mahānisīha: ṭīkānusārī vivecana 140
- Language
- Gujarati
140
‘મહાનિશીથ’ સૂત્ર-૩૫૪, ૩૫૫ :– [૨/૩/૩૫૪, ૩૫૫]
કુંથુઆના જીવનું શરીર કેવડું? હે ગૌતમ! તે તું વિચાર. નાનામાં નાનું, તેથી પણ અલ્પતર. તેમાં કુંથુઆનો પગ કેવડો? પગની અણી કેટલી અલ્પતમ. તેનો પણ ભાગ જો આપણા શરીરને સ્પર્શે કે કોઈના પણ શરીર ઉપર ચાલે તો પણ આપણને દુઃખનું કારણ બને. લાખો કુંથુઆના શરીરો એકઠાં કરીને વજન કરો તો એક પલ ન થાય. તો એક કુંથુઆનું શરીર કેટલું માત્ર હોય? એવા સૂક્ષ્મ કુંથુઆના પગની અણીના ભાગનો સ્પર્શ પણ સહન કરી શકાતો નથી અને તે સ્પર્શથી પૂર્વોક્ત અવસ્થા જીવો અનુભવે છે. તો હે ગૌતમ! તેવા દુઃખ સમયે કેવી ભાવના ભાવવી તે સાંભળ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati