Pramāṇa · Search · About · API

Mahanisiha 150

Mahānisīha: ṭīkānusārī vivecana 150

Language
Gujarati

150

‘મહાનિશીથ’ સૂત્ર-૩૭૭ થી ૩૮૪ :– [૨/૩/૩૭૭ થી ૩૮૪]
જુદા આસને બેઠેલી, શયનમાં સૂતેલી, ઉલટું મુખ કરી રહેલી, અલંકારો પહેરેલ કે ન પહેરેલ, પ્રત્યક્ષ નહીં પણ ચિત્રમાં ચિત્રિત હોય, તેવીને પણ પ્રમાદથી જુએ તો દુર્બળ મનુષ્યને આકર્ષે છે – જોતાં રાગ થાય છે. ચિત્રામણવાળી ભીંત કે અલંકૃત સ્ત્રીને જોઈને દૃષ્ટિ ખેંચી લેવી. કહ્યું છે કે – હાથ-પગ કપાયેલી નાક-હોઠ છેદાયેલી કોઢથી સડી ગયેલી તેવી સ્ત્રીને પણ દૂરથી તજવી.
વૃદ્ધા કે પંચાંગથી શૃંગાર ઝરતી યૌવના, મોટી વયની કુમારી કન્યા, પરદેશ ગયેલ પતિવાળી, બાલ વિધવા, અંતઃપુરની સ્ત્રી, સ્વમત-પરમત પાખંડ ધર્મકથી, દીક્ષિત, કુતરી, ભેંશ, ગાય, ગધેડી, ખચરી, બોકડી, ઘેટી, પથ્થરની સ્ત્રીમૂર્તિ, વ્યભિચારિણી, જન્મરોગિણી, આવી કોઈ પરીચિત કે અજાણી સ્ત્રી હોય, રાત્રે જ્યાં આવ-જા કરતી હોય, દિવસે પણ એકાંત સ્થાને હોય તેવા નિવાસ સ્થાન, ઉપાશ્રય, વસતીને સર્વ પાપોથી અત્યંત, અતિ દૂરથી બ્રહ્મચારી તજે.

Linked texts (2)