Mahanisiha 164
Mahānisīha: ṭīkānusārī vivecana 164
- Language
- Gujarati
164
‘મહાનિશીથ’ સૂત્ર-૩૯૮ :– [૨/૩/૩૯૮]
જેઓ વળી મિથ્યાદૃષ્ટિ થઈને ઉગ્ર બ્રહ્મચર્યધારી હોય, હિંસા-આરંભ-પરીગ્રહના ત્યાગી તે મિથ્યાદૃષ્ટિ જ છે. સમ્યક્ દૃષ્ટિ નથી, તેમને જીવાદિ નવ પદાર્થોના સદ્ભાવનું જ્ઞાન હોતું નથી, તેઓ ઉત્તમ પદાર્થ મોક્ષને અભિનંદતા કે પ્રશંસતા નથી. તેઓ બ્રહ્મચર્ય–હિંસાદિ પાપનો પરિહાર કરીને તે ધર્મના બદલામાં આગળના ભવ માટે દિવ્ય ઔદારિક વિષયભોગો પ્રાર્થે છે. નિયાણું કરીને દેવાંગનાઓ મેળવે એટલે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય, સંસારના પૌદ્ગલિક સુખો મેળવવાની ઈચ્છાથી નિયાણું કરે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati