Pramāṇa · Search · About · API

Mahanisiha 168

Mahānisīha: ṭīkānusārī vivecana 168

Language
Gujarati

168

‘મહાનિશીથ’ સૂત્ર-૪૦૨ :– [૨/૩/૪૦૨]
ગૌતમ! જે સ્ત્રીને ત્રણ કાળ પુરુષ સંયોગની પ્રાપ્તિ ન થઈ, પુરુષ સંયોગ સંપ્રાપ્તિ સ્વાધીન છતાં પંદરમાં સમયે પણ પુરુષ સાથે મેળાપ ન થયો. તો જેમ ઘણાં કાષ્ઠ, તૃણ, ઈંધણથી ભરપૂર કોઈ ગામ, નગર કે અરણ્યમાં અગ્નિ સળગ્યો, ત્યારે પ્રચંડ પવન ફૂંકાયો, અગ્નિ વિશેષ પ્રદીપ્ત થયો. બાળી-બાળીને લાંબા કાળે તે અગ્નિ સ્વયં ઓલવાઈને શાંત થાય, તેમ સ્ત્રીનો કામાગ્નિ પ્રદીપ્ત થઈ વૃદ્ધિ પામે છે. પણ ચોથા સમયે શાંત થાય. એ પ્રમાણે યાવત્‌ સત્તાવીશમાં સમયે શાંત થાય, જે રીતે દીપશિખા એકદમ અદૃશ્ય થયેલ જણાય, પણ ફરી તેલ પૂરવાથી કે સ્વયં કે તેવા ચૂર્ણના યોગથી પાછી પ્રગટ થઈને પ્રચલાયમાન થતી સળગવા લાગે. તેમ સ્ત્રી પણ પુરુષ દર્શનથી કે વાતચીતથી તેના આકર્ષણ-મદ-કંદર્પથી તેના કામાગ્નિ સતેજ થાય છે, ફરી પણ જાગ્રત થાય છે.

Linked texts (2)