Pramāṇa · Search · About · API

Mahanisiha 203

Mahānisīha: ṭīkānusārī vivecana 203

Language
Gujarati

203

‘મહાનિશીથ’ સૂત્ર-૪૬૩ થી ૪૬૫ :– [૨/૩/૪૬૩ થી ૪૬૫]
ભગવન્‌! પરમાર્થ જ્ઞાતા પ્રાયશ્ચિત્તજ્ઞે પણ પોતાના અકાર્યો બીજાને કહેવા પડે? ગૌતમ! મનુષ્યો મંત્ર, તંત્રથી કરોડોને નિઃશલ્ય અને ડંખ રહિત કરી મૂર્ચ્છિતોને પણ ઊભા કરી શકે. એવા જ્ઞાતા પણ ડંખવાળા થાય. નિશ્ચેષ્ટ બને, યુદ્ધમાં ઘવાય. તેને બીજા શલ્ય-રહિત મૂર્ચ્છારહિત બનાવે. એમ શીલથી ઉજ્જવલ સાધુ પણ નિપુણ હોવા છતાં યથાર્થપણે બીજા સાધુને સ્વપાપ પ્રકાશિત કરે. તેથી બીજા પાસે પોતાની આલોચના પ્રાયશ્ચિત્ત વિધિપૂર્વક કરવી.

Linked texts (2)