Pramāṇa · Search · About · API

Mahanisiha 21

Mahānisīha: ṭīkānusārī vivecana 21

Language
Gujarati

21

‘મહાનિશીથ’ સૂત્ર-૪૮ થી ૫૦ :– [૧/–/૪૮ થી ૫૦]
ફરી પણ ચૈત્યાલયમાં જઈને વીતરાગ પ્રભુની પ્રતિમાઓને એકાગ્ર ભક્તિપૂર્ણ હૃદયપૂર્વક દરેકની વંદના-સ્તવના કરે. ચૈત્યોને સમ્યગ્‌ વિધિ સહિત વંદના કરીને છઠ્ઠ ભક્ત તપ કરીને ચૈત્યાલયમાં આ શ્રુતદેવતા નામક વિધાનો લાખ પ્રમાણ જાપ કરે. સર્વભાવથી ઉપશાંત થયેલો, એકાગ્ર ચિત્તવાળો, દૃઢ નિશ્ચયવાળો, ઉપયોગવાળો, ડામાડોળ ચિત્તરહિત, રાગ-રતિ-અરતિથી રહિત બની ચૈત્યાલયના પવિત્ર સ્થળમાં વિધિપૂર્વક જાપ કરે.

Linked texts (2)