Pramāṇa · Search · About · API

Mahanisiha 20

Mahānisīha: ṭīkānusārī vivecana 20

Language
Gujarati

20

‘મહાનિશીથ’ સૂત્ર-૪૩ થી ૪૭ :– [૧/–/૪૩ થી ૪૭]
શલ્ય અર્થાત્‌ અતિચારાદિ દોષોને ઉદ્ધરવાની ઈચ્છાવાળો ભવ્યાત્મા. સુપ્રશસ્ત યોગવાળા શુભ દિને, સારી તિથિકરણ-મુહૂર્ત્ત, સારું નક્ષત્ર અને બળવાન ચંદ્રનો યોગ હોય ત્યારે ઉપવાસ કે આયંબિલ તપ દસ દિવસ સુધી કરીને ૮૦૦ પંચમંગલ મહાશ્રુતસ્કંધનો જાપ કરે. તેના ઉપર અઠ્ઠમ કરીને પારણે આયંબિલ કરે. પારણા દિને ચૈત્ય-જિનાલય અને સાધુઓને વંદના કરે. સર્વ પ્રકારે આત્માને ક્રોધ રહિત અને ક્ષમા વાળો બનાવે. જે કંઈ દુષ્ટ વર્તન કરેલ હોય તે સર્વેનું ત્રિવિધે – મન, વચન, કાયાથી, નિઃશલ્ય ભાવે ‘મિચ્છામી દુક્કડમ્‌’ આપે.

Linked texts (2)