Pramāṇa · Search · About · API

Mahanisiha 235

Mahānisīha: ṭīkānusārī vivecana 235

Language
Gujarati

235

‘મહાનિશીથ’ સૂત્ર-૫૨૩ થી ૫૨૬ :– [૩/–/૫૨૩ થી ૫૨૬]
ચક્રવર્તી, સૂર્ય, ચંદ્ર, દત્ત, દમક વગેરેએ ભગવંતને પૂછ્યું કે શું સર્વ પ્રકારની ઋદ્ધિ સહિત કોઈ ન કરી શકે તેવી ભક્તિથી પૂજા-સત્કાર કર્યા તે શું સર્વ સાવદ્ય સમજવું? કે ત્રિવિધ વિરતિવાળું અનુષ્ઠાન સમજવું કે સર્વ પ્રકારના યોગવાળી અવિરતિને વિશે તે પૂજા ગણવી? ભગવન્‌! ઈન્દ્રોએ તેમની સર્વ શક્તિથી સર્વ પ્રકારની પૂજા કરી છે. ગૌતમ! અવિરતિવાળા ઈન્દ્રોએ ઉત્તમ પ્રકારની ભક્તિ વડે પૂજા-સત્કાર કર્યા હોય તો પણ તે દેશ વિરતિવાળા અને અવિરતિ વાળાના આ દ્રવ્ય અને ભાવસ્તવ એમ બંનેનો વિનિયોગ તેની યોગ્યતાનુસાર જોડવો.

Linked texts (2)