Pramāṇa · Search · About · API

Mahanisiha 234

Mahānisīha: ṭīkānusārī vivecana 234

Language
Gujarati

234

‘મહાનિશીથ’ સૂત્ર-૫૨૧, ૫૨૨ :– [૩/–/૫૨૧, ૫૨૨]
ગૌતમ! જે કારણથી આ દ્રવ્ય-સ્તવ અને ભાવસ્તવ રૂપ બંને પૂજાઓ ૩૨-ઈન્દ્રોએ કરેલી છે. તેથી કરવા યોગ્ય છે એમ તમે સમજતા હો તો ત્યાં આ પ્રમાણે સમજવું– આ તો માત્ર તેઓનો વિનિયોગ ભાવસ્તવ કહેલ છે.
અવિરતિ એવા ઈન્દ્રોને (છ કાયની ત્રિવિધ ત્રિવિધે દયા સ્વરૂપ) ભાવસ્તવ અસંભવ છે. દશાર્ણભદ્ર રાજાએ ભગવંતનો આડંબરથી સત્કાર કર્યો તે દ્રવ્યપૂજા અને ઈન્દ્ર સામે સ્પર્ધામાં હારતા ભાવસ્તવ રૂપ દીક્ષા અંગીકાર કરી, ત્યારે ઈન્દ્રને હરાવ્યા. એ દૃષ્ટાંત અહીં લાગુ પાડવું. માટે જ ભાવસ્તવ ઉત્તમ છે.

Linked texts (2)