Pramāṇa · Search · About · API

Mahanisiha 252

Mahānisīha: ṭīkānusārī vivecana 252

Language
Gujarati

252

‘મહાનિશીથ’ સૂત્ર-૫૬૨ થી ૫૬૯ :– [૩/–/૫૬૨ થી ૫૬૯]
ગૌતમ! ધર્મતીર્થંકર અરિહંતો, જેવી વિસ્તૃત ઋદ્ધિ પામેલા છે, એવી સમૃદ્ધિ અસ્વાધીન છતાં એ જગતબંધુ ક્ષણવાર તેમાં લોભાયા નથી. તેમનું પરમૈશ્વર્યરૂપ શોભામય લાવણ્ય, વર્ણ, બળ, શરીર પ્રમાણ, સામર્થ્ય, યશ, કીર્તિ, જે રીતે દેવલોકથી અવતર્યા, જે રીતે બીજા ભવોમાં ઉગ્ર તપથી દેવલોક પામ્યા. એકાદિ વીશ સ્થાનકો આરાધી તીર્થંકર નામકર્મ બાંધ્યું, સમ્યક્‌ત્વ પામ્યા. અન્ય ભવોમાં શ્રમણત્વ આરાધ્યુ, ત્રિશલા રાણી ચૌદ મહાસ્વપ્નો પામી, ગર્ભાવાસથી અશુભ અશુચિ પદાર્થ દૂર કરી સુગંધી ગંધને સ્થાપી. ઈન્દ્ર મહારાજાએ મોટી ભક્તિથી અંગૂઠાના પર્વમાં અમૃતાહાર સ્થાપ્યો. જન્મ થયો ત્યાં સુધી ઈન્દ્રાદિ સ્તવતા હતા, દિક્‌ કુમારીઓએ જન્મ-સંબંધી કૃત્યો કર્યા, બત્રીશ દેવેન્દ્રોએ ગૌરવીય ભક્તિથી, આનંદ સહ, સર્વ ઋદ્ધિથી સર્વ પ્રકારે સ્વકર્તવ્યો કર્યા. મેરુ ઉપર જન્માભિષેક કર્યો, ત્યારે રોમાંચિત થઈ માનતા કે આપણો જન્મ કૃતાર્થ થયો.

Linked texts (2)