Mahanisiha 253
Mahānisīha: ṭīkānusārī vivecana 253
- Language
- Gujarati
253
‘મહાનિશીથ’ સૂત્ર-૫૭૦ થી ૫૭૯ :– [૩/–/૫૭૦ થી ૫૭૯]
ક્ષણવાર હાથ અફળાતા, સુંદર સ્વરે ગાતા, ગંભીર દુંદુભી શબ્દ કરતા, ક્ષીર સમુદ્રના રવવત જય-જય મંગલ શબ્દો મૂળમાંથી નીકળતા હતા. જે રીતે અંજલી કરતા હતા. ક્ષીરસમુદ્રના જળથી, ઘણાં સુગંધી પદાર્થોથી વાસિત, સુવર્ણ-મણિ-રત્નના ઊંચા કળશોથી જન્મા-ભિષેક દેવો કરતા હતા. જિનેશ્વરે પર્વત ચલાયમાન કર્યો. આઠ વર્ષના છતાં ભગવંતે ઈન્દ્ર વ્યાકરણ બનાવ્યું. કુમારપણું-લગ્ન થયા, લોકાંતિક દેવે પ્રતિબોધ કર્યા. સર્વે દેવોએ દીક્ષા-મહોત્સવ કર્યો, ભગવંતે ઘોર પરીષહો સહ્યા. ઘોર તપસ્યા અને ધ્યાન યોગના અગ્નિ વડે ચારે ઘનઘાતી કર્મોને બાળી નાંખ્યા, જે રીતે લોકને પ્રકાશિત કરનાર કેવળજ્ઞાન ઉપાર્જન કર્યુ. ફરી પણ જે રીતે દેવો અને અસુરોએ કેવલજ્ઞાનનો મહિમા કરીને ધર્મ, નીતિ, તપ, ચરિત્ર વિષયો સંશયો પૂછ્યા. દેવોએ રચિત સિંહાસને બિરાજમાન થઈને જે રીતે ભગવંતે ધર્મકથન કર્યું, ચારે દેવનિકાયે એકઠાં થઈને શ્રેષ્ઠ સમવસરણ બનાવ્યું. જે રીતે દેવો તેમની ઋદ્ધિ અને જગતની ઋદ્ધિ બંનેની સરખામણી કરતા હતા. સમગ્ર ભુવનમાં એક ગુરુ, મહાયશવાળા અરિહંત ભગવંત જ્યાં-જ્યાં જે રીતે વિચર્યા. જે રીતે આઠ મહાપ્રતિહાર્યોના સુંદર ચિહ્નો જે તીર્થમાં હોય છે. ભવ્ય જીવોના અનાદિ કાળના ચીકણાં મિથ્યાત્વના સમગ્ર કર્મોને નિર્દલન કરે છે, જે રીતે પ્રતિબોધ કરીને માર્ગમાં સ્થાપન કરી ગણધરોને દીક્ષિત કરે છે, તેમજ મહાબુદ્ધિવાળા તેઓ સૂત્ર ગુંથે છે. જિનેન્દ્ર અનંતગમ પર્યાય-સમગ્ર અર્થ ગણધરોને કહે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati